તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:યુનિ.એ અભ્યાસ અને ઉચ્ચ સંશોધનમાં વિદ્યાર્થીઓને ઉપયોગી રૂ.1.45 કરોડના ખર્ચે 4784 પુસ્તકો વસાવ્યા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.ના ગ્રંથાલયમાં છાત્રો માટે રૂ.100 થી રૂ.1 લાખની કિંમત સુધીના પુસ્તકો ખરીદ્યા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા રૂસાની ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેમજ ઉચ્ચ સંશોધનમાં ઉપયોગી થાય તે અનુસંધાને ગ્રંથાલયમાં રૂપિયા 1.45 કરોડના ખર્ચે 4784 પુસ્તકો ખરીદવામાં આવ્યા છે.

યુનિવર્સિટીને નેક દ્વારા એ -ગ્રેડ પ્રાપ્ત થતા રૂસા દ્વારા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે પૈકી 2 કરોડ યુનિવર્સિટી દ્વારા ગ્રંથાલય વિભાગને ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ગ્રંથાલય વિભાગ કમિટી દ્વારા મંજુર કરેલા સભ્યોની પુસ્તક ખરીદીની કમિટી બનાવી દરેક વિભાગોમાંથી ઉપયોગી અને જરૂરિયાતવાળા પુસ્તકોની યાદી મંગાવી ખરીદી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ વર્ષ 2016-17માં 90 લાખના ખર્ચે 3709 પુસ્તકો ખરીદ્યા હતા. વર્ષ 2018-19માં બીજા 55 લાખના ખર્ચે 1075 પુસ્તકો ખરીદ્યા છે. જેમાં આર્ટસ, સાયન્સ ,કોમર્સ અભ્યાસક્રમ સહિત રેફરન્સ અને માનવ વિદ્યાના તેમજ ઉચ્ચ સંશોધન માટે વર્લ્ડ બુક ફેસ્ટિવેલ ,દિલ્હી સહિતના રાજ્યોના પ્રતિષ્ઠિત રિસર્સ બુક સેન્ટરો, રાજ્યના પ્રકાશન સ્ટોરમાંથી કમિટી દ્વારા મંજૂરી લઈ જરૂરી પુસ્તકો ખરીદવામાં આવ્યા છે. આ તમામ પુસ્તકોનું એક રજીસ્ટ્રેશન બનાવી તેની અલગથી લાઇબ્રેરી બનાવી છે.

ધ એન્સી ઓફ ઇવોલૂશન બાયોલોજી નામની પુસ્તકના 4 સેટ જ 1.11 લાખના
કુલ 4784 પુસ્તકોમાં રૂ.100થી 5 હજાર સુધીના કિંમતના મોટા ભાગના પુસ્તકો છે. પરંતુ સાયન્સ અને સંશોધન માટેના પુસ્તકોની 10થી 18 હજાર સુધીની ઊંચી કિંમતના 100થી વધુ પુસ્તકો છે. તો ધ એન્સી ઓફ ઇવોલૂશન બાયોલોજી નામની પુસ્તકના ચાર સેટ જ 1.11 લાખના ખર્ચે ખરીદ્યા છે.

ઊંચી કિંમતના પુસ્તકો ગ્રંથાલયમાંથી વાંચન માટે મળતા છાત્રોને પૈસા ખર્ચ કરવા પડશે નહીં
પ્રથમવાર યુનિવર્સિટી દ્વારા આટલી મોટી રકમમાં એક સાથે પૂરું ગ્રંથાલય નવીન બને એટલા પુસ્તકો ખરીદવામાં આવ્યા છે. આ તમામ પુસ્તકોને અલાયદી લાઇબ્રેરી બનાવીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં અને સંશોધન કાર્ય માટે આપવામાં આવી રહ્યા છે. છાત્રોને હવે તમામ અભ્યાસના પુસ્તકો લાઇબ્રેરીમાંથી મળતા તેમને પુસ્તકો માટે ખર્ચ કરવા પડશે નહિ. ગ્રંથાલયના હેડ ડો.કનકબેને જણાવ્યું હતું.

આ અભ્યાસના પુસ્તકો ખરીદાયા

  • સાયન્સ ફેકલ્ટી - 35 લાખ
  • આર્ટ્સ એન્ડ સોશિયલ સાયન્સ - 27 લાખ
  • મેનેજમેન્ટ એન્ડ કૉમર્સ - 18 લાખ
  • રેફરન્સ ,માનવ વિદ્યા - 10 લાખ
  • રિસર્સ - તેમજ અન્ય ઉપયોગી પુસ્તક - 55 લાખ
અન્ય સમાચારો પણ છે...