નિર્ણય:કોરોના કેસ વધતાં પરીક્ષા ઝડપથી પૂરી કરવા યુનિ.એ તારીખો અને પ્રશ્નપત્રમાં ફેરફાર કર્યા

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રશ્નપત્રમાં 50 ટકા જ પ્રશ્નો લખવાના રહેશે. રવિવારે પણ પરીક્ષા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોનાના કારણે શરૂ થયેલી ઓફલાઈન પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ ઝડપથી પરીક્ષાઓ આપી રહે તે માટે પરીક્ષાની તારીખો તેમજ પરિક્ષા પ્રશ્નપત્રોમાં પ્રશ્ન લખવાની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રશ્નપત્ર 50% પ્રશ્નો લખવાના રહેશે તેમજ પરીક્ષાઓ નક્કી થયેલ તારીખોના બદલે બે દિવસ વહેલા શરૂ થશે. રવિવારે પરીક્ષા શરૂ રહેશે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ ઓકટોબર - ડિસેમ્બરની સ્નાતક અને અનુસ્નાતક સેમ- 3 ની 6 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ કરાઇ છે. ત્યારે રાજ્યમાં કેસ વધતા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો રદ્ કરવામાં આવતા તેમજ અનેક નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા હોય તેવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન શરૂ હોય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થઈ શકે તેમ હોય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા ઝટપટ પૂર્ણ કરવા માટે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સમય ઓછો કરવામાં આવ્યો છે તેમ જ પ્રશ્નપત્રમાં બધા પ્રશ્નોના બદલે 50 ટકા જ પ્રશ્નો લખવા છાત્રોને વિકલ્પ અપાયા છે. ઉપરાંત સમય પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે પરીક્ષા નિયામક મિતુલ દેલીયા દ્વારા પરિપત્ર કરીને પરીક્ષામા કરવામાં આવેલા આ ફેરફાર અંગે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને જાણ કરવામાં આવી છે.

પરીક્ષામાં આ ફેરફાર કરવામાં આવ્યા
- 10/1 થી શરૂ થતી પરીક્ષા 08/01 ના રોજ બીજા સેશનમાં એટલે કે બપોરે 1 થી 2:30 નો સમય રહેશે.
-11/1 થી શરૂ થતી પરીક્ષા 09/01 ના રોજ થી 11: 30 થી 1:00 કલાકે યોજાશે.
- 12/01 થી શરૂ થતી પરીક્ષા 09/01 થી 01 થી 2:30 કલાકે શરૂ થશે.
- તમામ પરીક્ષાઓમાં પ્રશ્નપત્રમાં પ્રશ્નોની સંખ્યા કરતાં 50 ટકા પ્રશ્નો લખવાના રહેશે
(પ્રશ્નપત્રમાં ફેરફારનો નિર્ણય મેડિકલ અને બી.એડ સેમ 3 ને લાગુ પડશે નહી)

અન્ય સમાચારો પણ છે...