કામગીરી:પાટણમાં 50 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર અપગ્રેડ કરાશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી દ્વારા કામગીરી શરૂ કરાઈ, જીયુડીસી કામ કરશે

પાટણ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનામાં બધી જ લાઈનો વરસો અગાઉ શહેરની વસ્તી માત્ર 80 હજાર જેટલી હતી તે વખતે નાખવામાં આવી હતી. જેને વર્તમાન સમયે પોણા બે લાખની જનસંખ્યાને અનુરૂપ બનાવવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે નગરપાલિકા દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બને તેટલા ઝડપથી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને સરકારને દરખાસ્ત સ્વરૂપમાં મોકલી આપવામાં આવશે, ત્યારબાદ અંદાજે રૂપિયા 50 કરોડના ખર્ચે જીયુડીસી દ્વારા આ કામગીરી કરવામાં આવશે.

નગરપાલિકા ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે આ વિકાસ પ્રોજેક્ટમાં નાની પાઈપલાઈનોના બદલે મોટી નાખવામાં આવશે. શહેરમાં આવેલા તમામ 9 ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવશે. રેલવે ગરનાળા પાસે ભૂવો પડયો હતો જેના રીપેરીંગ કરવા માટે કામ ચાલુ છે જે સોમવાર સુધીમાં પુરૂ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...