અંડરગ્રાઉન્ડ ઇલેકટ્રીફિકેશન:પાટણમાં રેલવે ઓવરબ્રિજ બને તે પૂર્વે અંડરગ્રાઉન્ડ ઇલેકટ્રીફિકેશનની કામગીરી શરૂ કરાઇ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રિલીંગ કરતાં પાણીની પાઇપ તૂટી જતા સ્થાનિરોને હાલાકી

પાટણ શહેરનાં યુનિવર્સિટી કોલેજ રોડનાં રેલવે ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બને તે પૂર્વે યુટિલીટી લાઈન શિફ્ટીંગ અંતર્ગત યુનિવર્સિટી રોડ, કોલેજ રોડ, આદર્શ હાઇસ્કૂલ અને રેલવેસ્ટેશન તરફનાં વિસ્તારોની હાલની થાંભલા પરના પરંપરાગત વીજળીકરણને દુર કરી તેને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી વીજ કંપની દ્વારા પુરજોશમાં ચાલી રહી છે.

1.00 કરોડ ફાળવતાં વીજ કંપનીએ કામગીરી શરુ કરી
પાટણનાં ઓવરબ્રીજની કામગીરી શરુ થાય તે પહેલાં આ બ્રીજને નડતરરૂપ એવી વીજળીની લાઇનો, શાંભલા હટાવવામાં આવે તે માટે જીયુડીસીએ એ વીજકંપનીને અલાયદા રૂ. 1.00 કરોડની રકમ ફાળવતાં વીજ કંપનીએ આ કામગીરી શરુ કરી છે. અત્યારે આ વીજ લાઇનોનું અંડરગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી કોલેજ રોડ ઉપર વૃંદાવન સોસાયટી, ટીચર કોલોની પાસે ચાલી રહી છે. જે કામગીરી માટે મશીનથી સારકામ કરીને કેબલો નંખાઇ રહ્યા છે.

પાણીની પાઇપલાઇન પણ તૂટી
આ કામગીરી દરમિયાન પાટણ નગરપાલિકાની પીવાનાં પાણીની પાઇપલાઇન પણ તૂટી હતી. જેથી પાણી રેલાયા હતા. અત્રેની એક સોસાયટીનાં રહિશ ડૉ. નરેશ દવેએ જણાવ્યું કે, ઇલેક્ટ્રીક લાઇનો નાંખવા માટે ડ્રીલીંગ કરવામાં આવતું હોવાથી ભુગર્ભ ગટર અને પાણીની પાઇપો તુટી છે. જેનાથી આ વિસ્તારમાં પીવાના પાણી ડહોળા આવી રહ્યા છે. વળી અહીં એક હોસ્પિટલ સામે ખાડા પાડીને પુરાયા નથી. તેમના કહેવાં પ્રમાણે આ પ્રકારની કામગીરી થતી હોય ત્યારે વીજ કંપનીનાં અધિકારી-સુપરવાઇઝર કે એન્જીનીયર હાજર હોવા જરુરી છે અથવા પાટણ નગરપાલિકાનાં સી.ઓ.કે જવાબદારી અધિકારી પણ સાથે રાખીને જો ડ્રીલીંગ થાય તો આ પ્રકારનું નુકસાન નગરપાલિકાને ન થાય. આ બાબતે પાટણનાં કલેક્ટરે પણ ધ્યાને લઇને જરુરી સુચનો કરવાની જરુર છે. કારણકે આ રોડ ઉપર ભુગર્ભ ગટરો અને પાણીની પાઇપો જમીનની અંદર હોવાથી તે ભવિષ્યમાં તુટવાનો સંભવ છે.

આખા પાટણમાં અંડરગ્રાઉન્ડ ઇલેકટ્રીફિકેશન કયારે કરાશે?
પાટણની કોલેજ રોડ ઉપર ઓવરબ્રીજ માટે ખાસ ગ્રાન્ટ ફાળવીને અંડગ્રાઉન્ડ ઇલેક્ટ્રીફિકેશન કરાઇ રહ્યું છે, જે સ્વાગતોગ્ય છે. પરંતુ આ પ્રકારનું ઇલેક્ટ્રીફીકેશન આખા પાટણમાં તબક્કાવાર કરવાની જરૂર છે. અગાઉ પાટણનાં પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઇએ પાટણમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રીફિકેશનનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો હતો. તે બાબતે પણ પાટણની વીજ કંપનીએ કાર્યવાહી કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...