પાટણવાસીઓને દિવાળીની ભેટ:‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત રુ. 89.86 કરોડના 74 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિશ્વાસથી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યાં છે. જેમાં આજે પાટણના એ.પી.એમ.સી હોલ ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત 89.86 કરોડના 74 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ચાર માર્ગીય ફ્લાય ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવજીવન ચાર માર્ગીય ફ્લાય ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યમંત્રીના હસ્તે નવજીવન ચાર માર્ગીય ફ્લાય ઓવરબ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થશે
પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત 182.80 કરોડના ખર્ચે કુલ 83 નવીન રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. વિવિધ તાલુકામાં મંજુર થયેલા નવીન રસ્તાઓના કામો પૈકી કુલ રૂ. 26.80 કરોડના 18 કામોનું ખાતમુહૂર્ત તેમજ ગત વર્ષના રૂ.20.01 કરોડના 17 કામોનું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું હતું. આ રસ્તાઓના કામોનું નવીનીકરણ તેમજ મજબૂતીકરણ કરવાથી ગ્રામજનો મુખ્ય તાલુકા તેમજ જિલ્લા મથકે આવવા-જવામાં, ખેડૂતોને તેમના ખેતપેદાશો એ.પી.એમ.સી સુધી લઈ જવામાં, બાળકોને શાળાએ આવવા-જવામાં તેમજ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો સુધી સ્વાસ્થ્ય સુવિધા પહોચાડવામાં સરળતા રહેશે. જેથી પાટણ જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થશે.

પાટણના એ.પી.એમ.સી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું
ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. આજે દરેક ક્ષેત્રમાં ગુજરાત વિકાસ કરી રહ્યુ છે. રોડ-રસ્તા, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્ર આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. રાજ્યના છેવાડાંના માનવી સુધી તમામ પાયાની જરૂરિયાતો પહોંચી રહે તે માટે સરકાર કટીબદ્ધ છે. તેથી જ આ તમામ વિકાસને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અંતર્ગત આજરોજ પાટણના એ.પી.એમ.સી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયું
જેના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે આજરોજ અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યવાસીઓને અભિનંદન પાઠવ્યા
વિશ્વાસથી વિકાસાત્રા કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે દેશમાં અનેક વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે, અનેક વિદેશી નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે અને ભારત દેશ પાસેથી પ્રેરણા લઈ રહ્યો છે, આ બધું શક્ય બન્યુ છે માત્ર અને માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે. તેમની દીર્ઘદ્રષ્ટીથી આજે ગુજરાત રાજ્ય વિકાસનો પર્યાય બની રહ્યુ છે. તેઓએ આપેલો મંત્ર, સૌનો સાથ, સૌનો વિકાસને સાથે લઈને હું અને મારી ટીમ કાર્ય કરી રહ્યા છીએ અને આગળ પણ સૌને સાથે રાખીને વિકાસના અનેક કાર્યોને લોકો સુધી પહોંચાડીશુ. આ 20 વર્ષ છે વિકાસના, આ 20 વર્ષ છે વિશ્વાસના અને આ જ વિશ્વાસને સાથે રાખીને આજે અનેક કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યુ છે તેથી રાજ્યવાસીઓને અભિનંદન પાઠવું છુ.

પ્રભારીમંત્રીએ લોકોની પાસે જઈને શહેરમાં થઈ રહેલા વિકાસ અંગે મંતવ્યો મેળવ્યા
વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમને સંબોધન કરતા પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્માએ ખુબ જ નિખાલસતાપૂર્વક લોકોની વચ્ચે જઈને વાતચીત કરી હતી. ભાષણ ન આપતાં તેઓએ લોકોની પાસે જઈને શહેરમાં થઈ રહેલા વિકાસ અંગે મંતવ્યો મેળવ્યા હતા.

પાટણવાસીઓને અભિનંદન પાઠવ્યા
મંત્રીએ જણાવ્યું કે, આજે લોકોનો વિચાર કરવાં વાળુ, લોકોની આંખના આંસુ લુછવા વાળું કોઈ છે, તો તે ફક્ત આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાને અનેક યોજનાઓ અમલમાં મુકીને તેનો સીધો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે. આજે પાટણની રાણકી વાવ, પટોળા, સહસ્ત્રલીંગ તળાવ પ્રખ્યાત છે જ પણ સાથે-સાથે હવે પાટણ ગુજરાતમાં પ્રથમ રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ઓળખાય છે. આજે વાઘબારસ નિમિત્તે આપ સૌને 89.86 કરોડની ભેટ મળી છે અને આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેઓ નવજીવન ફ્લાયઓવરબ્રિજ આજે શહેરીજનોને ભેટ સ્વરૂપે મળ્યો છે. તે બદલ હુ સૌ પાટણવાસીઓને અભિનંદન પાઠવું છુ.

વિવધ અગ્રણીજનો હાજર રહ્યાં
જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા ,ચાણસ્મા ધારાસભ્ય દિલીપ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, આગેવાનો કે.સી.પટેલ, નંદાજી ઠાકોર, દથરથજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, તેમજ અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બ્રિજ 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે
પાટણવાસીઓને દિવાળી નિમિત્તે મોટી ભેટ મળી છે. શહેરના ડીસા-ચાણસ્મા હાઈવે રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ પર બનાવવામાં આવેલા નવજીવન ઓવરબ્રિજના લોકાર્પણની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેનું આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર માર્ગીય બ્રિજનું આજે લોકાર્પણ થવાથી પાટણવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. આ બ્રિજ 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અગાઉ નવનીર્મીત બ્રિજનું ઉદ્ઘાટન કોંગ્રેસના ઘારાસભ્ય કીરીટ પટેલના હસ્તે કરાયાં બાદ સરકારના મંત્રીઓ દ્વારા આજે ખૂલ્લા મુકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...