ફરિયાદ અટકાવવા તોડબાજી:બિભત્સ વીડિયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ અટકાવવાના બહાને તોડબાજી

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે યુવક- યુવતીની ધરપકડ કરી

સિદ્ધપુરમાં ફોટો સ્ટુડિયો ચલાવતા એક વ્યક્તિને સિદ્ધપુર શહેરના જ યુવકે યુવતીને બ્લેકમેલ કરતો હોવાની પોલીસમાં ફરિયાદ આવેલી છે તેમ કહી સમાધાન પેટે રૂ.20,000 પડાવી લીધા હતા. જે અંગે સ્ટુડિયો ધારકે પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આવી કોઈ ફરિયાદ દાખલ થઇ ન હતી એવું જાણવા મળતા તેણે યુવક અને યુવતી સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે બંનેની અટકાયત કરી હતી ગુરુવારે જામીન પર છોડયા હતા.

સિદ્વપુર ખાતે રહેતા યુસુફભાઇ અબ્બાસભાઇ મંદોસરવાલા જનરલ ફોટો સ્ટુડીયો ધરાવે છે તેઅોના મોબાઈલ ઉપર તારીખ 15/12/2021 નારોજ અલ્પેશભાઇ કચરાભાઈ સોલંકીએ ફોન કરીને કહેલ કે અઠવાડીયા પહેલા તારી વિરૂદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમા આવેલી છે .તુ કોઇ લેડીઝને બ્લેકમેલ કરે છે .દુષ્કર્મ કરતા વીડિયો મળેલા છે. રેકોડીંગ આપેલા છે અને સાયબર પોલીસ ઉપાડવાની તૈયારીમાં છે .પોલીસવાળા અમારા સમાજના છે એટલે સમાધાન થઈ જશે તેમ કહી રૂબરૂ બોલાવી જૈનબ નામની યુવતીના ઘરે લઈ જઈ સમાધાન લેખ કરી બંનેની સહીઓ લીધી હતી.આ પછી યુસુફના ઘરે પહોંચી રૂ.20000 લીધા હતા. અા અંગે યુસુફે પોલીસ મથકે તપાસ કરતાં આવી કોઈ ફરીયાદ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે તેમણે સિધ્ધપુર પોલીસ મથકે અલ્પેશભાઈ કચરાભાઈ સોલંકી અને જૈનબબેન મુર્તુઝાભાઈ લોખંડવાલા બંન્ને રહે. સિદ્ધપુર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં બન્ને આરોપીને અટક કરીને મુદ્દામાલ રિકવર કરીને આગળની તજવીજ હાથ ધરી હતી તેમ સિધ્ધપુર પી આઇ સી.વી.ગોસાઇ જણાવ્યુ હતુ .

અન્ય સમાચારો પણ છે...