હિમાલાયા કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને પાટણના યુવક પાસે અજાણ્યા શખ્સોએ ફ્રેન્ચાઇઝીની ફી પેટે રૂ 35,164 ભરાવ્યા હતા. પ્રોડક્ટ બુક કરાવવા રૂ 10 લાખની માગણી કરી કંપનીના નામે યુવકને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરી હતી.
હિમાલયા કંપનીની ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બે મોબાઈલ નં. 9477544702 અને 8274881261 ધારકે પાટણ પાયલ પાર્ક સોસાયટીમાં રહેતા નીરવ પ્રવીણ ભાઈ રાવળ ને ઇમેલ કર્યો હતો અને ત્યારબાદ નીરવ રાવળ પાસે થી ફ્રેન્ચાઇઝીની ફી પેટે રૂ 35,164 ભરાવ્યા હતા. ત્યારબાદ કંપનીની પ્રોડક્ટ બુક કરાવવા માટે રૂ 10 લાખ ની માગણી કરી હતી હિમાલયા કંપનીના નામે વિશ્વાસમાં લઇ નીરવ રાવળ સાથે છેતરપિંડી કરી હતી.
બાદમાં યુવકને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે આ અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બે મોબાઈલ નંબર ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ બી-ડિવીઝન પી.આઇ એસ એ ગોહિલે હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.