તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ઉત્તર ગુજરાતમાં કોરોના બેકાબૂ, એક જ દિવસમાં 190 કેસ

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાટણમાં 84 કેસ
 • કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને કોરોના, બાયડના ચોઇલાના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મોત

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના બે કાબુ થઈ વકરી રહ્યો છે. ગયા વર્ષે જૂન માસમાં સૌથી વધુ 62 કેસ મળ્યા હતા. ત્યારબાદ રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 84 કેસ નોંધાયા છે. જેમાં 51 પુરુષો અને 33 મહિલા સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં 32 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 21 અને ગામડાના 11 કેસ છે. સિદ્ધપુર તાલુકામાં 27 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 12 અને ગ્રામ્ય વિસ્તારના 15 કેસ છે. ચાણસ્મા તાલુકામાં 16 કેસ નોંધાયા છે જેમાં શહેરના 7 અને ગામડાના 9 કેસ છે. હારિજ તાલુકામાં 3 કેસ,સરસ્વતી અને રાધનપુર તાલુકામાં 2-2 કેસ, હારિજ અને શંખેશ્વર તાલુકામાં 1-1 મળી જિલ્લામાં 84 કેસ નોંધાયા છે.

જિલ્લામાં વધુ 357 લોકોના ટેસ્ટિંગ કરાયા હતા.439ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ 39 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 411 થયો છે.જેમાં 24 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.પાટણ શહેરમાં કોરોના ના કેસ નું પ્રમાણ વધતા તંત્ર દ્વારા 11 વોર્ડ માં 11 ધન્વંતરી ટીમ ફરીથી કાર્યરત કરી વેકેશન અને કોરોના ના એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. રવિવારે સમગ્ર જિલ્લામાં 158 કેન્દ્રો પર 2151 લોકો નું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેવુ તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગભાઈ પરમારે જણાવ્યું હતું.

રસીકરણની વયમર્યાદા 18 વર્ષ કરવા માંગ
માધ્યમિક શિક્ષક સંકલન સમિતિ ના ધનરાજ ભાઈઠક્કર અને મનીષ ભાઈ પટેલે તંત્રમાં રજૂઆત કરી છે કે હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ છે. ત્યારે 18 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકો અને તેમના પરિવારને વેક્સિન આપવી જોઈએ.

વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છતાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને મંત્રી દિલીપ ઠાકોર સંક્રમિત
પાટણના સાંસદ અને ખેરાલુ તાલુકાના ડભોડા ગામના વતની ભરતસિંહ ડાભીએ છેલ્લા પાંચેક દિવસથી પાટણ, વડાવલી, થરા સહિત વિસ્તારના પ્રવાસ બાદ રવિવારે થોડી તબિયત નાદુરસ્ત લાગતાં ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરાના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ દાખલ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા સોશિયલ મીડિયા મારફતે મેસેજ કર્યા હતા. ગત શુક્રવારે વડાવલીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહે 20 માર્ચે ખેરાલુ ખાતે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, જેના 14 દિવસ પછી કોરાના પોઝિટિવ આવ્યા છે.

ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરે 8 માર્ચના રોજ હારીજ સરકારી રેફરલ હોસ્પિટલમાં કોરોના વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ તેમને સામાન્ય તાવ જણાતા શનિવારે અમદાવાદ સિવિલમાં તેમના પરિવારજનોએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમનો અને તેમની દિકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ગાંધીનગર ખાતે તેમના હોમ ક્વોરોન્ટાઇન થયા છે.

માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી થશે
પાટણના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે અગાઉ 98 ટકા લોકો માસ્ક પહેરતાં થઈ ગયા હતા. પરંતુ થોડા સમય પહેલા કેસોનું પ્રમાણ ઘટતાં લોકો માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. હાલમાં અંદાજે 60 ટકા જેટલા લોકો જ માસ્ક પહેરે છે. અંદાજે 40 ટકા લોકો માસ્ક પહેરતાં ન હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે સોમવારથી માસ્ક વગર ફરતા લોકોને સમજાવવા તેમજ દંડાત્મક કાર્યવાહી માટે ટીમ નીકળશે.

એપ્રિલમાં સૌથી વધુ ગતી રહી શકે છે
પાટણના ફિઝિશિયન અને ધારપુર હોસ્પિટલમાં કોવિડની સારવાર કરનાર ડોક્ટર સંદીપ પટેલે જણાવ્યું કે અગાઉના અનુમાન મુજબ માર્ચમાં ફરી પીકઅપ શરૂ થઇ છે.જે આગામી જૂન મહિના સુધી ચાલશે તે પછી પણ કેસ ચાલુ રહેશે. એપ્રિલમાં સૌથી વધુ ગતિ કોરોના મહામારીની રહી શકે છે લોકોએ સહેજ પણ લાપરવાહી રાખવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો