તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રિસામણેથી તેડી લાવેલ પરિણીતાને કાકા સસરાએ લાકડી મારતાં ઇજા

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

સરસ્વતી તાલુકાના અઘાર ગામની પરિણીતા રીસામણે બેઠી હતી તેના પતી સમજાવીને તેડી લાવ્યા હતા તેનુ મનદુખ રાખીને કાકા સસરાએ પરિણીતાને લાકડી વડે મારમારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથકે કાકાસસરા સામે ફરિયાદ નોંધાવી હતી.

સરસ્વતી તાલુકાના અઘાર ગામે રહેતા રામબાઇબેન ઇસાજી ઠાકોર છેલ્લા એક વર્ષથી રિસામણે તેમના પિયર બેઠા હતા. તાજેતરમાં તેમના પતિ ઇસાજી સદુજી ઠાકોર સમજાવી પત્નીને તેડી લાવ્યા હતા. આ બાબતની જાણ તેમના કાકા સસરા ઠાકોર ધુડસંગજી મોતીજીને થતાં તુ કેમ આવી છે કહી અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇને પરિણીતાને પગ પર લાકડી મારતા ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તેના પતિ ઇસાજી ઠાકોર ધારપુર હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા. આ મામલે પાટણ તાલુકા પોલીસ મથકે કાકા સસરા ઠાકોર ધુડસંગજી મોતીજી સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...