ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ચોથી માર્ચ લાઈનમેન દિવસની ઉજવણી અંતર્ગત પાટણના મેલડી માતા મંદિર ખાતે મેડિકલ ચેક અપ સહિત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણ નગર પાલીકાની ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન અને સુધરાઈ સભ્ય જયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વેને આજના દિવસે યુજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી કામગીરી દરમિયાન લાઈનમેનોએ એ શું શું સાવચેતી જાળવવી? એ અંગે સૌને જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લાઈનમેનોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. લાઈનમેનોની અવિરતપણે સેવાને કારણે જ પાટણ વાસીઓ 24 કલાક વીજળીની સેવા મેળવી રહ્યા હોવાનું અધિકારીઓ એ જણાવ્યું હતું. મેલડી માતા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમા ઉતર ગુજરાત વિજ કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.