સ્પર્ધા:ઉ.ગુ. યુનિવર્સિટીમાં 2 વર્ષથી સ્થગિત ખેલ સ્પર્ધાઓ ફરી શરૂ

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ રમતગમત સ્પર્ધાઓ કોરોના મહામારી ના કારણે સ્થગિત કરવામાં આવી હતી ત્યારે ફરી વાતાવરણ અનુકૂળ બનતા હવે સ્પર્ધાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી 18 નવેમ્બરના રોજ પ્રથમ આંતરકોલેજ ભાઈઓની હોકી સ્પર્ધા પાટણ ખાતે યોજાનાર છે.

બે વર્ષથી કોરોના મહામારીને કારણે આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાઓ સ્થગિત કરવામાં આવી હતી.ફરી સ્પર્ધાઓ શરૂ કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે પ્રથમ આંતરકોલેજ ભાઈઓની હોકી સ્પર્ધાનું પાટણ શેઠ એમ.એન સાયન્સ કોલેજના યજમાનપદે આયોજન કરવામાં આવ્યું છે. 18 નવેમ્બરના રોજ એમ.એન સાયન્સ કોલેજના કેમ્પસમાં સ્પર્ધા યોજાશે.જેમાં સંલગ્ન કોલેજની ટીમ ભાગ લેનાર છે. યુનિવર્સિટીના શારીરિક નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ એ.આઈ.યુ.ન્યુ દિલ્લી દ્વારા આંતર યુનિ .ના વાર્ષિક કેલેન્ડર માં હોકી ભાઈઓ સ્પર્ધા 24.11.2021ના રોજ યોજાનાર હોઈ.હેમ.યુનિવર્સિટીની પાટણ ખાતે 18 નવેમ્બરના રોજ આંતર કોલેજ હોકી ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરેલ છે. બુધવાર સુધીમાં ભાગ લેવા માંગતી કોલેજોની ટીમ રજિસ્ટ્રેશન કરાવશે.

અન્ય સમાચારો પણ છે...