પરીક્ષા:પાટણ યુનિવર્સિટી દ્વારા યુજી સેમ-5 અને સેમ-2 બીએ સેમ-1 ત્રણ કેટેગરીમાં પરીક્ષાનો પ્રારંભ કરાયો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પરિક્ષા કેન્દ્રો ઉપર 35 હજાર જેટલા વિદ્યાર્થીઓનું પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી સેમ-5, યુજી સે-.2 અને બીએ સેમ-1ના વિધાર્થીઓની ત્રણ કેટેગરીની પરીક્ષાનો ગુરૂવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર આશરે 35 હજાર જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થયા છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ એપ્રિલમાં લેવાયેલી ઓનલાઇન પરીક્ષાઓ તેમજ ઓકટોબર 2021માં યોજાયેલી ઓનલાઇન પરીક્ષાઓમાં જે વિધાર્થીઓની મેરીટ બેઝ સમયમર્યાદા પૂર્ણ થતી હોય તેમજ ઓનલાઇન પરિક્ષામાં નાપાસ થયેલા હોય તેવા રિપીટર વિધાર્થીઓની ૨૫ જેટલી પૂરક પરીક્ષાઓનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. જેમાં બી.એ.સેમ 1 માં કુલ 2439 વિધાર્થીઓ રજીસ્ટ્રેશન થવા પામ્યા છે.

યુજી સેમ-2માં 3784 અને યુજી સેમ-5માં 6200 વિધાર્થીઓ મળી અંદાજે 35 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર આજે પ્રથમ દિવસે વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પૂરક પરીક્ષા આપી હતી.

આ પૂરક પરીક્ષા ઓએમઆર પધ્ધતિથી યોજવામાં આવી હતી.પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન યોજાય તે માટે યુનિવર્સિટી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વરની નિમણુંક પણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાંચ જિલ્લાની કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર ૨૫ વિષયોની પૂરક પરીક્ષાઓનો શાંતિ પૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...