હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,પાટણના ગણિત વિભાગ ખાતે કાર્યરત સીસીસી કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ખાતે જે સરકારી કર્મચારીઓએ અગાઉ સીસીસીની પરીક્ષા પાસ કરેલ છે તેમને જો પ્રમાણ પત્રની ખરાઈ કરાવવી હોય તો યુનિ દ્વારા ખરાઈનું પ્રમાણપત્ર આપવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
યુનિવર્સિટી ખાતે આવેલા ગણિત વિભાગમાં કાર્યરત સીસીસી કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટરમાં છેલ્લા 3 વર્ષમાં 5000થી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા સીસીસીની પરીક્ષાઓ આપી છે. ત્યારે સરકારી નોકરીઓમાં મળતી બઢતી સહિતની કામગીરીમાં કર્મચારીઓને સીસીસી પરીક્ષા જે સેન્ટર ઉપરથી પાસ કરી હોય તે સેન્ટરનું ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી બને છે.
પરંતુ અત્યાર સુધી યુનિવર્સિટી ખાતે ચાલતા પરીક્ષા કેન્દ્ર દ્વારા આવા ખરાઈના પ્રમાણપત્ર અપાતાં ન હતા. જેથી કર્મચારીઓને ખરાઈનું પ્રમાણપત્ર મળી શકતું ન હતું પરંતુ ચાલુ વર્ષે 13 ડિસેમ્બરથી ખરાઇના પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા સરકારી કર્મચારીઓ દ્વારા ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી છે અને મોટાભાગના અરજદારોને તેમનું પ્રમાણપત્ર ખરાઇ કરીને આપી પણ દેવાયું છે. તેમ સીસીસી પરીક્ષા કો.ઓર્ડીનેટર ભાવેશભાઈ પટેલ અને સહ કો .ઓડીનેટર કિંજલબેન પટેલે જણાવ્યું હતું.
પ્રમાણપત્ર મેળવવા અરજદારે શુ કરવું
સીસીસીનું ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે આવતા અરજદારોએ યુનિવર્સિટીમાં રૂ500નો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અરજી સાથે જરૂરી પ્રમાણપત્ર જોડવાના રહે છે. ત્યારબાદ સેન્ટર દ્વારા ઉમેદવારે આ સેન્ટર પર પરીક્ષા આપેલ છે કે કેમ અને તે પાસ થયેલ છે કે કેમ તેની ખરાઈ કરીને તેનું પ્રમાણપત્ર અપાય છે બને ત્યાં સુધી ઉમેદવારને એકજ દિવસમાં ખરાઈનું પ્રમાણપત્ર મળી જાય તે પ્રમાણે કાર્યવાહી કરાય છે .તેમ સેન્ટરના કિંજલબેન પટેલ જણાવ્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.