પાટણ એલસીબી પોલીસે શનિવારે ચાણસ્મા અને પાટણ ખાતે રેડ દરમિયાન વિદેશી દારૂનો રૂ.4,96 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. પાટણ શહેરમાં બે મહિલા વિદેશી દારૂનો ધંધો કરતી ઝડપાઈ હતી અને એક શખ્સ ફરાર હતો. ચાણસ્માની રેડ દરમિયાન 1 શખ્સ ઝડપાયો અને 2 શખ્સો ફરાર થઈ ગયા હતા.
પાટણ એલસીબી પોલીસે શનિવારે સવારે શ્રમજીવી સાપરા ખાતેથી વિદેશી દારૂનો ધંધો કરતી ઠાકોર અમીતાબેન ગીરીશભાઈ અને બજાણીયા રેખાબેન રાજુભાઈ તેઓના રહેણાંક મકાનમાંથી 327 બોટલ વિદેશી દારૂ કિં.રૂ. 87,170 સાથે ઝડપી પાડ્યો હતો. તેઓની પૂછપરછ કરતા આ વિદેશી દારૂના ધંધામાં તેમના પતિ ઠાકોર ગીરીશભાઈ કાંતિજી સંકળાયેલા હોય તેવું જણાવ્યું હતું. આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
પાટણ એલસીબી પોલીસે શનિવારે સાંજે ચાણસ્માના ઉગમણા દરવાજા વિસ્તારમાં રહેતા જીગ્નેશકુમાર ભાનુકાંત સોલંકીને ઘરેથી ઓરડી અને એક્ટિવામાંથી વિદેશી દારૂનો જથ્થો 2907 બોટલ કિં.રૂ.408880નો જપ્ત કર્યો હતો. આ અંગે પૂછપરછ કરતાં તેની સાથે સંકળાયેલા પરમાર ધર્મેશભાઈ સુરેશભાઈ અને વણઝારા લાલાજી ભાઈ મોહનભાઈ રહે.ચાણસ્મા સાથે મળીને ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. આ અંગે ત્રણેય શખ્સો સામે ચાણસ્મા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.