આક્ષેપ:શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે બાંધકામ તથા નેળીયાના રસ્તામાં ખોટી રીતે ગ્રાન્ટ ફાળવણી મુદ્દે બે મહિલા સદસ્યોનો હોબાળો

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ નગર પાલિકાની બે સામાન્ય સભાઓ શનિવારે સાંજે મળી

પાટણ પાલિકાની બે સામાન્ય સભાઓ શનિવારે સાંજે મળી હતી જેમાં મલ્હાર બંગલોઝમાં પાણીના જોડાણ  ગેરકાયદેસર રીતે જોડી દેવાયા હોવાના મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી હતી જેમાં જોડાણ કાપી દંડકીય કાર્યવાહી કરવા નિર્ણય કરાયો હતો.

બાંધકામ ચેરમેન નરેશ દવેએ  ચૂંટાયેલી પાંખનુ ખોટું લાગે તે રીતે ચીફ ઓફિસર કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો

 મહિલા સભ્ય હંસાબેન પરમારે તેમની યાદી એજન્ડા ન લેવાતા પ્રમુખ મહેન્દ્ર પટેલ સાથે તું તું મે મે થઈ હતી તેમનો આક્ષેપ ઇરાદાપૂર્વક યાદી ન લેવાનો હતો જેમાં તેમણે પ્રમુખને ખોટું બોલશો નહીં અને દાદાગીરી ન કરશો કેમ કહેતા પ્રમુખે ખોટી લીધે દબાવો નહીં એમ કહેતા સભ્ય મનોજ પટેલ અને ઉપ પ્રમુખ લાલેશ ઠક્કર દરમિયાનગીરી કરી હતી. મહિલા સદસ્ય મુમતાજબાનુએ  ચતુર્ભુજ બાગ પાસેના શોપિંગ સેન્ટરમાં વેપારી દ્વારા નગરપાલિકાને જાણ બહાર કરેલ બાંધકામ તોડી પાડવા અથવા પગલા લેવા માંગ કરી હતી. જેમાં વેપારીને નોટિસ આપવાનો નિર્ણય કરાયો હતો જ્યારે હાઈવે પર ગોલ્ડન ચોકડી પાસે શોપિંગ સેન્ટર બનાવવા બીયુ પરમિશન આપવા અંગે ચીફ ઓફિસર સામે સવાલ ઉઠાવ્યા હતા જેમાં ચીફ ઓફિસર પાંચાભાઇ મળીએ આ પરમિશન તેમણે નહી અગાઉના ચીફ ઓફિસરે ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ આપેલ હોવાથી આ માટે કલેકટર કચેરીમાં અપીલ કરવી પડે તેવી કાયદાકીય સમજ આપી હતી. મમતાજ બાનુએ અગાઉના ચીફ ઓફિસર  દ્વારા પૈસા લઈને પરમિશન આપેલી હોવાનો આક્ષેપ કર્યો હતો. બાંધકામ ચેરમેન નરેશ દવેએ  ચૂંટાયેલી પાંખનુ ખોટું લાગે તે રીતે ચીફ ઓફિસર કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...