તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પીપળીધામે દર્શન કરી પરત ફરી રહેલા સમીના બે વેપારીઓના માર્ગ અકસ્માતમાં મોત

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને વેપારીના આકસ્મિક મોતને લઇ સમી ગામના તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી

કોરોનાની મહામારી વચ્ચે પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર માર્ગ અકસ્માતના બનાવો પણ સર્જાતા રહ્યા છે. ત્યારે રવિવારના રોજ પાટણ જિલ્લાના સમીનાં બે વેપારીનાં માર્ગ અકસ્માતની ઘટનામાં કરૂણ મોત નિપજ્યા છે.

આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ, સમીના બે વેપારીઓ ગાડીમાં રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલ પીપળીધામ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટીચંદુર પાસે વહેલી સવારે ટ્રક સાથે ગાડી અથડાતાં બન્ને વેપારીના કરુણ મોત નિપજયા હતા.

સમી ખાતે વર્ષોથી મશીનરીનો વ્યવસાય કરતા અને સેવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા ડાહ્યાભાઈ પટેલ અને કરિયાણાના વેપારી તથા સેવાભાવી ધનાભાઈ પ્રજાપતિ પીપળી મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા જ્યાંથી દર્શન કરી વહેલી સવારે સમી પરત આવવા નીકળ્યા ત્યારે મોટીચંદુર પાસે 6:00 વાગ્યાની આસપાસ સામેથી આવતી ટ્રકે ટક્કર મારતા ધનાભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

જ્યારે ડાયાભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાટણ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં એકી સાથે બે વેપારીઓના મોત થતાં સમી બજારનાં વેપારીઓમાં શોક છવાયો હતો અને તમામ વેપારીઓ એ પોતાનાં ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી બંને વેપારીઓ ના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો