રોષ:જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે બે હજાર કર્મીઓ આંદોલન કરશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે પાટણમાં 2000 કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપશે
  • જિલ્લા પંચાયત કર્મચારી, એસટી વિભાગના કર્મીઓ, વન વિભાગ સહીત યુનિ.ના કર્મચારીઓ રેલીમાં જોડાશે

વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે સરકાર સામે પડકાર જનક વધુ એક આંદોલન શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. આંદોલનના ભાગરૂપે 3 સપ્ટેમ્બરે પાટણ ખાતે વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે જેમાં અંદાજે 2,000 જેટલા કર્મચારીઓ જોડાશે અને સરકાર પાસે જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે સૂત્રોચાર કરશે.

સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભારતીય મજદૂર સંઘ સહિત અન્ય સંગઠનો થી બનેલા રાષ્ટ્રીય જુની પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચા ના નેજા નીચે ત્રીજા તબક્કાના આંદોલન નો પ્રારંભ થયો છે જેના ભાગરૂપે 3 સપ્ટેમ્બર શનિવારે પાટણ ડીસા હાઈવે પર બંસી કાઠીયાવાડી હોટલની સામે ઉપવન બંગ્લોઝની સામેના પ્લોટ માં બપોરે 2:00 સરકારી કર્મચારીઓની મીટીંગ મળશે અને ત્યાંથી સાંજે 4:00 સરકારી કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં શિક્ષકો આચાર્યો જિલ્લા પંચાયત કર્મચારી મંડળના કર્મચારીઓ એસટી વિભાગના કર્મચારીઓ વન વિભાગના કર્મચારીઓ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત વિવિધ વિભાગોના અંદાજે 2000 જેટલા કર્મચારીઓ આ રેલીમાં જોડાશે. રેલી માટે મામલતદાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. તેવું રાષ્ટ્રીય સંયુક્ત મોરચો પાટણ જિલ્લાના સંયોજક કલ્પેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...