તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતની છલાંગ:હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવનલીલા સંકેલી લીધી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંને બહેનપણીઓ મોતને ભેટી - Divya Bhaskar
બંને બહેનપણીઓ મોતને ભેટી
  • શંખેશ્વર ખાતે ખરીદી કરવા નીકળેલી બંને સહેલીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતિત બન્યા
  • પોલીસે બંને લાશને પીએમ અર્થે મોકલી મોતનું કારણ જાણવા ચક્રોગતિમાન કર્યાં

પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવા સાથે જિંદગીથી હારી ગયેલા લોકો માટે મરવા માટેનું સ્થાન બની રહી છે. તાજેતરમાં ચાણસ્માના એક પરિવારના ત્રણ જણાએ કેનાલમાં કુદી આપઘાત કર્યાનો દુઃખદ બનાવ હજુ તાજો છે ત્યાં હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ )ની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવ (રહે-સિપર ઉ.વ.21)ની અને મુબારકપુરા ગામે રહેતી તેની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ (ઉ.વ.23)એ ગત તા.01-06-2021ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા નીકળી હતી. બંને સહેલીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.

પરિવારે શોધખોળ કરતાં જે હકીકત સામે આવી એ જાણી બંને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બંને સહેલીઓએ કોઈ અગમ્ય કારણોસર ભગવાને આપેલી મહામુલી જિંદગીથી કંટાળી જઈ હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી અને બંને બહેનપણીઓ આખરે મોતને ભેટી હતી.

આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે જગદીશભાઈ જાદવે આપેલી જાણકારી મુજબ હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરી છે. જેની વધુ તપાસ કાર્યવાહી પો.સ.ઇ.એસ.બી.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...