કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક:પાટણમાં કાયદો- વ્યવસ્થા અને મહેસૂલી બાબતોને લઈ બે અલગ અલગ બેઠકો યોજવામાં આવી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થાની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે શું કાર્યવાહી કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓ, ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થાની શુ પરિસ્થિતી છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંલગ્ન અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની માહિતી જિલ્લા કલેક્ટરએ મેળવી હતી. વિવિધ કેસો જેવા કે હથિયાર પરવાનગી અરજીઓ, હથિયાર પરવાના રિન્યુઅલ કરવાની અરજીઓ, ફેબ્રુઆરી-2023 અંતિત પાસા અંગેના કેટલા કેસ આવ્યા તેમજ કેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો, કેટલા કેસ બાકી છે, પાર્કિંગ ઝોન ભંગે કરેલ કાર્યવાહી, ટ્રાફિક અંગેના કેસો, બિનજામીનપાત્ર વોરંટ બજવણી, દેશી તેમજ વિદેશી દારૂ પકડાયેલ મુદ્દામાલ તેમજ તેનો નાશ, વગર લાયસન્સ જપ્ત કરેલા હથિયારો, ખોરાક અને ઔષધ નિયમનતંત્ર અંતર્ગતના કેસો, નશાબંધી અને આબકારી અંતર્ગતના કેસો, ખનિજના ગેરકાયદેસર ખનન અથવા વહનના કેસો વગેરે કેસોની વિગતો જિલ્લા કલેક્ટરએ સંગલગ્ન અધિકારીઓ પાસેથી મેળવી હતી.

મહેસૂલી અધિકારીઓ સાથે પણ બેઠક યોજાઈ
જિલ્લા સેવા સદન, ખાતે કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને મહેસૂલી અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગતમાસે મળેલી બેઠકની કાર્યવાહીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત અન્ય કામગીરીની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેવા કે, Project કામગીરીની સમીક્ષા , વિભિન્ન કચેરીના જમીન માંગણીના પડતર પ્રશ્નોની સમીક્ષા, જમીન સંપાદન, ધોરણ 10 /12 પૂરું થયા પછી આપવા પડતાં પ્રમાણપત્રો જેવા કે જાતિનું પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર, અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર, અનુસુચિત જન જાતિનું પ્રમાણપત્ર વગેરેની બાબતની ચર્ચા કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં કામગીરી સુગમ બને તે બાબતે કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી દ્વારા અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા.આજની બેઠકમાં જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી, નાયબ કલેકટર, મામલતદારઓ, સિટી સર્વે સુપ્રિનટેન્ડેડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...