મારામારીની ફરિયાદ:સિદ્ધપુરમાં બે અલગ અલગ બાબતે હુમલાના બનાવો બનતા પોલીસે તપાસ હાથ ધરી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરના પાણીની ટાંકી વિસ્તારમાં એક યુવક ઉપર જૂના ઝઘડાની અદાવત રાખી અન્ય એક યુવકે છરી વડે હુમલો કરતાં યુવકને ઈજાઓ થઈ હતી. જેથી યુવકને સિદ્ધપુર સિવિલ અને ત્યારબાદ ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર છુવારીફોળી વિસ્તારમાં રહેતા અરબાજ અલાઉદ્દીન જમીલ અહેમદ મનસુરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રણ માસ અગાઉ તેના​​​​​​​ મિત્ર ઈકબાલ ગુલમહંમદ શેખ સાથે સાહિલ સફિકભાઈ મનસુરી નામના યુવાનને ઝઘડો થતાં તેણે બંનેને ઝડઘો કરતાં છોડાવ્યા હતા એ વાતની અદાવત રાખી સાહિલ સફિકભાઈ મન્સુરીએ પાણીની​​​​​​​ ટાંકી પાસે અરબાજ મન્સુરીને ધમકી આપી હતી અને છરીથી​​​​​​​ હુમલો કરતા અરબાજને પેટમાં છરી વાગતા તેનો મિત્ર ઈકબાલ બચાવ્યો હતો. તેના ફોઈ ફુવા મળીને પહેલા સિદ્ધપુર સિવિલમાં સારવાર લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરી ધારપુર હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અરબાજ મનસુરીની ફરિયાદને આધારે સિદ્ધપુર પોલીસે સાહિત સફિકભાઈ મન્સુરી રહે. બુરહાની સોસાયટી, સિદ્ધપુરવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તારી પત્નીને છૂટાછેડા આપી દે કહી યુવકને માર્યો
​​​​​​​
સિદ્ધપુરના બદરીપુરામાં રહેતા જહુર ઈબ્રાહીમભાઈ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ તે સોમવારે ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે બ્રિન્દા હોસ્પિટલની સામે ઈમ્તિયાઝ ગુલામભાઈ કુરેશીએ ધમકી આપી કે, 'તું તારી પત્નીને છૂટાછેડા આપી દે' અને બાદમાં અપશબ્દો બોલી છરી મારતા જહુર શેખને માથાના જમણા ભાગે તથા ખભામાં ઈજાઓ થઈ હતી. સિવિલમાં સારવાર લીધા બાદ ઇમ્તિયાઝ ગુલામભાઈ કુરેશી રહે. સિદ્ધપુર ટેકરા વાસ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...