પરિણામથી નારાજ:પાટણના આંબલિયાસણ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામથી બે હરિફ ઉમેદવારો નારાજ, હાઇકોર્ટમાં જવાની તૈયારી બતાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણામથી સંતોષ ન હોય ઉમેદવારોએ અધીકારીને લેખિતમાં અરજી આપી હતી પરંતુ અરજી સ્વિકારવામાં આવી ન હતી

પાટણ તાલુકાના આબલિયાસણ ગામમાં સરપંચની ચૂંટણીના પરિણામમાં હરીફ ઉમેદવાર પરિણામથી નારાજ થયા છે. જેને લઈ તેઓ હાઈકોર્ટમાં જશે. આબલિયાસણ ગામ ઉમેદવાર ઠાકોર શોભનાબેન અભાજી અને ઠાકોર છાયાબેન બકાજીની માત્ર 23 મતે હાર થઈ છે. જ્યારે ઠાકોર સવિતાબેન ભગાજીને 295 મત મળતા તેઓ વિજેતા થયા છે.

આબલિયાસણ ગામમાં સરપંચની ચૂંટણીના પરિણામમાં હરીફ ઉમેદવારો પરિણામથી નારાજ થયા છે. જેને લઈ તેઓ હાઈકોર્ટમાં જશે. આબલિયાસણ ગામ ઉમેદવાર ઠાકોર શોભનાબેન અભાજી અને ઠાકોર છાયાબેન બકાજીની માત્ર 23 મતે હાર થઈ છે. આ પરિણામથી સંતોષ ન હોય બંને ઉમેદવારો દ્વારા મત ગણતરી અધીકારીને લેખિતમાં અરજી આપી હતી. પરંતુ તેમની અરજી અધિકારીઓ દ્વારા સ્વિકારવામાં આવી ન હતી. જેથી બન્ને ઉમેદવારો આ મામલે હાઇકોર્ટમાં જવાની તૈયારી મીડીયા સમક્ષ બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...