તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસીબી ટ્રેપ:સમી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી 10 હજારની લાંચ લેતા ઝડપાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કેસમાં હાજર કરી હેરાન ન કરવા બદલ લાંચ માગી હતી

સમી પોલીસ સ્ટેશનમાં બાઈક અકસ્માત કેસમાં આરોપીઓને હેરાનન કરવા બાબતે 10,000 રૂપિયાની લાંચ લેતા પોલીસ સ્ટેશનના એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ બંનેને પાટણ એ.સી.બી.એ રંગેહાથે ઝડપી પાડતાં પોલીસબેડામાં ચકચાર મચી ગયો હતો.

સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ પોલીસ કર્મચારી દ્વારા અકસ્માતના કેસમાં આરોપીને હાજર કરીને હેરાન ના કરવા મામલે અરજદાર પાસે રૂપિયા 10 હજારની લાંચની માગણી કરવામાં આવતા અરજદાર દ્વારા જાગૃત નાગરિક તરીકે પાટણ એસીબીને ટેલિફોનિક લાંચ મામલે ફરિયાદ આપતા પાટણ એસીબી પી.એસ.આઈ એચ.એસ આચાર્ય, સહિતના અધિકારીઓની ટીમ દ્વારા છટકું ગોઠવવામા આવ્યું હતું.

એ.એસ.આઇ ના કહેવા મુજબ અરજદાર લાંચની રકમ લઈને કોન્સ્ટેબલને આપવા જતા લાંચની રકમ સ્વીકારતા સમયે એસીબી દ્વારા રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડયો હતો. અને લાંચ લેવા બદલ એ.એસ આઈ ભરતસિંહ પ્રભાતજી ઝાલા અને કોન્સ્ટેબલ અમૃતભાઈ તેજરામ ભાઈ દવે સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પોલીસે બંને પોલીસ કર્મીઓની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...