તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાધનપુરમાંથી બાઇક ચોરનાર બે શખ્સો સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં પકડાઈ ગયા

પાટણ/સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેતરમાં મજૂરને વેચવા આવ્યાની બાતમી આધારે પોલીસે ઝડપ્યા

કાંકરેજ તાલુકાના તાતીયાણા ગામનો યુવક તેના સાથીદાર સાથે રાધનપુરથી ચોરી કરેલા બાઈક વેચવા માટે વઢવાણ તાલુકાના ખોડુ ગામે ખેતી કરવા માટે રોકાયેલા કાંકરેજ તાલુકાના યુવક પાસે ગયો હતો ત્યારે પોલીસને જાણ થતા રાધનપુરથી આવેલા બે શખ્સોને પકડી પાડી હાલ જોરાવરનગર પોલીસના હવાલે કરાયા હતા.મૂળ બનાસકાંઠાનો વતની શ્રવણ ઠાકોર હાલ વઢવાણ તાલુકાના ખોડુ ગામે આવેલ કાનજીભાઇ ચતુરભાઇ પટેલની ખેતીની જમીન ભાગવી રાખી મજૂરી કામ કરે છે.

ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તાંતીયાણા ગામે રહેતો સંજય ધારશીભાઇ રાણેવાડીયા તેની સાથે એક સગીરવયના કિશોરને લઇ ખોડુમાં બાઇક વેચવા આવ્યો હતો. જેમાં બાઇકના કાગળો પૂરા ન હોઇ શ્રવણ ઠાકોરે બાઇક લેવા આનાકાની કરી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને રાધનપુરથી શખ્સ ચોરીનું બાઇક વેચવા આવ્યો હોવાની જાણ થતા એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં સંજય રાણવડીયા અને એક કિશોરને રૂપિયા 15 હજારના ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતા.

બન્ને શખ્સોએ આજથી દોઢ વર્ષ પહેલા રાધનપુર શહેરના લાલબાગ પાસે આવેલી એસબીઆઇ બેંક પાસેથી બાઇકની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. એલસીબી ટીમે બન્ને શખ્સોને ઝડપી લઇ હાલ જોરાવરનગર પોલીસના હવાલે કર્યા છે. આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર એલસીબી પીએસઆઇ વી.આર.જાડેજા, એન.ડી.ચૂડાસમા, દીલીપભાઇ, જુવાનસિંહ સહિતનાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...