પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ ચાઈનીઝ દોરી પરનાં પ્રતિબંધનાં જાહેરનામાંનો ચુસ્ત અમલ કરવાં પોલીસ તંત્ર કટીબદ્ધ બની કામ કરી રહ્યું છે. જેનાં કારણે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ ચાઈનીઝ દોરીનાં જથ્થા સાથે ઝડપાઈ રહ્યા છે. ત્યારે શંખેશ્વર પોલીસ દ્વારા પંચાસર ખાતે બાઈક ઉપર લઈ જતો ચાઈનીઝ દોરીનાં 30 ફિરકી ના 6000 અમે મોટર સાઇકલ 10000ના મુદ્દામાલ સાથે લાલજી પોપટજી ઠાકોર રહે.એરવાડ,તાલુકો પાટડી, જીલ્લો સુરેન્દ્રનગર વાળા ને મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે શંખેશ્વર ટાઉનમાં ભરવાડવાસમાં રહેતા અમરતભાઇ વાલાભાઇ દેવીપુજક રહે.શંખેશ્વર ભરવાડવાસ તા.શંખેશ્વરવાળો પોતાના ઘરે અલગ અલગ કલરની નાયલોન (ચાઇનીઝ) દોરીનુ વેચાણ કરતા 54 રીલ 10800 સાથે આરોપીને પકડી પાડી શંખેશ્વર પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.