તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે પરત ફરતા સમયે નડ્યો અકસ્માત:શંખેશ્વરની રૂપેણ નદીના પુલની દીવાલ સાથે કાર અથડાતાં એક જ પરિવારનાં બેનાં મોત, 10 ઘાયલ

પાટણએક મહિનો પહેલા
  • માળી પરિવાર સૌરાષ્ટ્રની યાત્રા પૂરી કરી ભાભર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો
  • અકસ્માતની જાણ થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં

સૌરાષ્ટ્રની યાત્રા પૂર્ણ કરીને ભાભર પરત ફરી રહેલા માળી પરિવારને અકસ્માત નડ્યો છે. રાત્રિ દરમિયાન શંખેશ્વરની રૂપેણ નદીના પુલની દીવાલ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. થયેલા અકસ્માતમાં કારમાં સવાર પરિવારના બે સભ્યનાં મોત નીપજ્યા હતાં, જ્યારે 10 લોકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાભરમાં રહેતો માળી પરિવાર સૌરાષ્ટ્રની યાત્રા પર ગયો હતો. ગત મોડી રાત્રે પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. રાત્રિના 2 વાગ્યાની આસપાસ કાર શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી એ સમયે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર પુલની દીવાલ સાથે અથડાઈ હતી. દીવાલ સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતને પગલે સ્થાનિક લોકોનાં ટોળાં ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ 108ની ટીમ અને પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોનાં મોતથી માળી પરિવારમાં ગમગમીનીનો માહોલ છવાયો હતો.

મૃતકોની યાદી
1.) અરજણભાઈ રામજીભાઈ માળી
2.) ધુળીબેન શામજી માળી

ઇજાગ્રસ્તોની યાદી
1.) નયનાબેન નરેશભાઈ માળી
2.) નરેશભાઈ અરજણભાઈ માળી
3.) માલતી ભરતભાઈ માળી
4.) કૌશિક મગનભાઈ માળી
5.) દેવશી મગનભાઈ માળી
6.) જેઠીબેન કાનજીભાઈ માળી
7.) મોની અરજણભાઈ માળી
8.) ધાર્મિક મેઘાભાઈ માળી
9.) હંસરાજભાઈ બારોટ
10.) મેઘા સાવજીભાઈ માળી

અન્ય સમાચારો પણ છે...