તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતમાં:કોઈટાગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બેને ઈજા

પાટણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના કોઈટાગામે આવેલ પેટ્રોલ પંપ નજીક ખેતર થી ઘઉં કાઢીને આવી રહેલા બે જણાને બાઈક સવારને કાર ચાલકે ટક્કર મારતાં બંનેને નાની મોટી ઈજાઓ થઈ હતી.આ અંગે વાગડોદ પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

સરસ્વતી તાલુકાના કોઈટા ગામે રહેતા શ્રવણજી ભીખાજી ઠાકોર તેમના ગામે સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં રાત્રે ઘઉં કાઢવાનું કામ ચાલતું હતું. શનિવારે વહેલી સવારે ઠાકોર પ્રભાતજી ભીખાજી તેમજ ઠાકોર વર્ષાબેન સોવનજી મોટર સાયકલ જીજે 24 ઈ 5255 લઈને ઘરે જઈ રહ્યા હતા તે વખતે કોઇટા પેટ્રોલ પંપ નજીક અલ્ટો ગાડી ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બંને જણાને 108ની મદદથી ધારપુર ખાતે ખસેડયા હતા. અકસ્માત દરમિયાન કાર ચાલક કાર મુકી નાસી છૂટયો હતો.

આ અંગે શ્રવણજીએ વાગડોદ પોલીસ મથકે કાર જીજે 24 કે 0571 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો