પ્રવાસીઓને મળશે નવી સુવિધાઓ:પાટણના બે દરવાજાઓનું સમારકામ અને પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઉભી કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઐતિહાસિક નગર પાટણ માં રાજા રજવાડાઓ ના સમય કાળ માં વિશાળ કોટ કિલ્લા નું નિર્માણ કાર્ય થયેલું છે .જે આજના સમય માં કરવું શક્ય ન હોય શકે પરંતુ સરકાર ની જાળવણી ના અભાવે આ કોટ, કિલ્લા તૂટી રહ્યા છે .ત્યારે આ ઐતિહાસિક વિરસતો નું રક્ષણ થાય તે દિશા માં કામ કરવા ઘણા વર્ષોથી માંગ ઉઠવા પામી રહી હતી .ત્યારે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી દ્વારા ઝોનલ ઈજનેર ( કચ્છ બોર્ડર ) પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી ને પત્ર લખી ને જાણ કરવામાં આવી છે . જેમાં જણાવવામાં આવેલ છે કે પાટણ સંગ્રહાલયના નવીનીકરણ , આધુનિક તકનીકનો ઉપયોગ કરી પ્રદર્શનનું આયોજન કરવા , સંગ્રહાલય ની ઇમારતના મરામત અને મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓને ધ્યાને લઇ અંદાજપત્ર તૈયાર કરી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે . જે મુજબ ટેન્ડરની પ્રક્રિયા મુજબ વિભિન્ન એજન્સીઓ દ્વારા પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યુ છે , અને સરકારના નિયમોનુસાર એજન્સીની પસંદગી કરવામાં આવેલ છે . પસંદગી પામેલ એજન્સીને વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા સરકારમાં પ્રગતિ હેઠળ છે .

પાટણ શહેરમાં આ કચેરી હસ્તકના કુલ 5 દરવાજાઓ આવેલ છે .જેમાં ફાટીપાળ દરવાજા , છીંડીયા દરવાજા ,બગવાડા દરવાજા ,અધારા દરવાજા અને ત્રિપિલીયા દરવાજા પાટણમાં આવેલ છે . જેમાંથી છીંડીયા દરવાજા , બગવાડા દરવાજા અને ફાટીપાળ દરવાજાનું રીપેરીંગ અને પુરારક્ષણની કામગીરી અગાઉના વર્ષોમાં હાથ ધરવામાં આવેલ છે , અને અન્ય 2 દરવાજા તેમજ શહેરમાં આવેલ રાજ્ય રક્ષિત સ્મારકોની આ કચેરી દ્વારા સ્થળ મુલાકાત લઇને જરૂરી રીપેરીંગ અને પુરરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે . તેમ પત્ર માં જણાવવામાં આવ્યું છે .

અન્ય સમાચારો પણ છે...