તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Two Friends Walking On The Road In Patan Were Blown Away By A Speeding Car, The Driver Of The Car Ran Away Instead Of Showing Humanity

અકસ્માતનો લાઇવ વીડિયો:પાટણમાં રોડ પાસે ચાલીને જતા બે મિત્રોને પૂરપાટ આવતી કારે ઉડાવ્યા, માનવતા દાખવવાને બદલે કારચાલક ભાગ્યો

પાટણ3 મહિનો પહેલા
  • બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
  • પોલીસે આરોપી કારચાલકને ઝડપવાની તજવીજ હાથ ધરી

પાટણના અનાવાડા રોડ પર થયેલા એક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બે મિત્રો રોડની કિનારીએ ચાલીને જઇ રહ્યા હતા એ જ સમયે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે અને જોતજોતાંમાં એક કાર આ બન્ને રાહદારીને ઉડાવી દે છે. કારે ઉડાવતાં બન્ને રાહદારીને ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કર્યા બાદ કારચાલક ઊભો રહીને તેને હોસ્પિટલ પહોંચાડવાને બદલે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી કારચાલકને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

કારે ટક્કર મારતાં રોડ પર પટકાયા
પાટણ અનાવાડા રોડ ઉપર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા રાયચંદ મોહનભાઈ પટેલ અને તેમનો મિત્ર દિલીપસિંહ ધીરુભાઝાલા રાત્રિના સમયે ચાલવા નીકળતા. એક અજાણ્યો કારચાલક પાટણ તરફથી બેફામ કાર હંકારી અનાવાડા તરફ જતો હતો અને તેણે રાયચંદ પટેલ અને દિલીપસિંહને કારની ટક્કર મારી હતી, જેથી દિલીપસિંહ ઝાલા ફંગોળાઈને રોડ ઉપર પટકાતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે રાયચંદ પટેલે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...