ACBની સફળ ટ્રેપ:રાધનપુર પાલિકાના ટાઉન પ્લાનર સહિત બે કર્મચારીઓ 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીયુ પરમિશન માટે અરજદાર પાસેથી 2 લાખની લાંચ માગી હતી

રાધનપુર નગરપાલિકાના બે કર્મચારી બીયુ પરમિશન લેવા માટે લાંચ માંગતા ફરિયાદીએ પાટણ એસીબીને જાણ કરતા છટકું ગોઠવી બન્ને કર્મચારીઓને રંગે હાથ બે લાખની લાંચ લેતા પાટણ એ.સી.બી. ઝડપી પડ્યા હતા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાધનપુર નગર પાલિકાના બાંધકામ શાખા માં ફરજ બજાવતા ટાઉન પ્લાનર સરસીલ જાદવ અને સંજય પ્રજાપતિ એ ફરિયાદી પાસે બી.યુ. પરમીશન માટે રૂ . 2,00,000 જેટલી રકમ ની લાંચ માંગતા ફરિયાદી એ પાટણ એ.સી.બી નો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ એ.સી.બી. એ છટકું ગોઠવી રાધનપુર હાઇવે ચાર રસ્તા ગણેશ કોમલેક્સની નીચે થી બન્ને કર્મચારીઓને 2 લાખ ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ બનાવને પગલે નગરપાલિકામાં પણ કેટલાક કર્મચારીઓ રફુચક્કર થઈ ગયા હતા.સમાચાર વાયુવેગે પ્રસરતા શહેરમાં સમગ્ર મામલો ટોક ઓફ ઘી ટાઉન બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...