માનવતાની મહેક:પાટણની જનતા હોસ્પિટના બે તબીબોએ 21 દિવસ ખેંચની સારવાર આપી દર્દીનો જીવ બચાવવા સાથે સંપૂર્ણ ફી પણ માફ કરી

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લાના રાપરનો દર્દી જરૂરિયાતમંદ હોઈ ટ્રસ્ટીઓએ હોસ્પિટલનું બિલ માફ કર્યું

પાટણ જનતા હોસ્પિટલમાં ધનુર (ખેંચ)ની બીમારીથી પીડિત કચ્છના રાપર તાલુકાના આશાસ્પદ યુવક દર્દીનું બે ડૉકટરોની ટીમ દ્વારા સતત 21 દિવસ સુધી સઘન સારવાર કરી જીવન દાન આપ્યા બાદ જરૂરીયાતમંદ દર્દી હોઈ બે લાખ રૂપિયાની સારવાર બિલ માફ કરી માનવતા મહેકાવી હતી. રાપર તાલુકાના 18 વર્ષીય મિલિન ઠાકોર લાંબા સમયથી ખેંચની બીમારીથી પીડિત હોઈ અવારનવાર ખેંચ ઉપાડતા જીવનું જોખમ ઉભુ થતું હતું.

ત્યારે 30 ઓક્ટોબરે ધનુર બીમારીના કારણે ગંભીર હાલતમાં તેમને જનતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. પ્રતીક શાસ્ત્રીની ટીમ દ્વારા દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં જનતા હોસ્પિટલની મેડિકલ ઓફિસર અને નર્સિંગની ટીમ સહભાગી બની યુવકની સતત 21 દિવસ સૂધી બન્ને ડોક્ટરોના માર્ગદર્શન મુજબ સારવાર કરી હતી. યુવકની સારવાર માટે ગળામાં હોલ કરી જરૂરી સારવાર બાદ 11 દિવસ સુધી તેને વેન્ટીલેટર ઉપર અને ત્યારબાદ 10 દિવસ સુધી ઓક્સિજન પર રાખી સંપૂર્ણપણે સ્વસ્થ કરી તેને જીવન દાન આપવામાં આવ્યું હતું.

દર્દી જરૂરિયાતમંદ હોઈ સંપૂર્ણ બિલ માફ કર્યું
ડોક્ટર હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે આશાસ્પદ દિવસ હોઈ અને જરૂરિયાતમંદ પરિવારમાંથી હોઈ સારવારનું કુલ બે લાખ રૂપિયા જેટલું બિલ ભર્યું હતું પરંતુ દર્દીના પરિવાર પાસે એટલી સગવડ ના હોઈ હોસ્પિટલના ટ્રસ્ટી પ્રમોદભાઈ પટેલ અને મનસુખભાઈ પટેલ દ્વારા દર્દીનું સંપૂર્ણ બિલ માફ કરવામાં આવ્યું હતું. તેને સ્વસ્થ કરીને સારવાર બિલ પણ માફ કરવામાં આવતા યુવક સહિત તેનો પરિવાર ભાવવિભોર બનીને ડોક્ટર તેમજ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...