રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં ગુરુવારે 1 કોરોના કેસ નોંધાયો હતો. બાદમાં બે દિવસ એકપણ કેસ નહોતો નોંધાયા. જોકે આજે ફરી એક કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં ગયા મંગળવારે 2 અને બુધવારે 2 કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે એક કેસ નોંધાયો હતો. તો શુક્રવારે અને શનિવારે એક પણ કેસ નોંધાયો નહતો. ત્યારે આજે રવિવારે રાધનપુરના વડનગરમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમા તા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 4612 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 4606 દર્દીઓ સાજા થયા છે. 5 હોમ આઈશોલેશન છે. જ્યારે 1233 લોકોના કોરોનાનાં ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે ત્રીજી લહેરમા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.