તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાલીસણા નજીક ઊંઝાના યુવકની હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે. પાટણ એસઓજી પોલીસે મહેસાણા તાલુકાના કોચવા ગામના બે શખ્સોને ઝડપી લઈ હત્યાનો ભેદ ઊકેલ્યો છે. નાણાંની લેવડદેવડમાં તેના મિત્રએ જ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. મહેસાણાના કોચવા ગામના રસિકજી અમાજી ઠાકોર અને સોમાજી રમણજી ઠાકોરને પોલીસે ઝડપી લઈ પુછપરછ કરતાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મૃતક વિષ્ણુજી ઠાકોરના પિતા ગલાબજીને ઊંઝાના રણછોડભાઈ પટેલ સાથે મિત્રતા હોઈ અવારનવાર ઉછીના પૈસા લેતા હતા. ગલાબજીના અવસાન પછી પણ પૈસાની લેવડદેવડ વિષ્ણુજી સાથે ચાલુ રહી હતી.
જેમાં રણછોડભાઈને આશરે રૂ.6 લાખ વિષ્ણુજી પાસે લેવાના બાકી રહ્યા હોઈ વિષ્ણુજીએ તેના મિત્ર કોચવા ગામના રસિકજી અમાજી ઠાકોરને રૂ.45 હજાર આપ્યા હતા. અને તેને કહ્યું હતું કે મારે 3 લાખ રણછોડભાઈને આપવાના છે તે તું કબૂલી લે જેને પગલે રસિકજી એ રણછોડભાઈ પટેલના રૂ.3 લાખ કબૂલી લીધા હતા. ઉપરાંત રસિકજીએ કડીના શૈલેષભાઈ પટેલ પાસેથી લીધેલા રૂ. દોઢ લાખ વિષ્ણુજીને વ્યાજે આપ્યા હતા તે વ્યાજે આપેલા રૂપિયાની શૈલેષ પટેલ રસિકભાઈ પાસે ઉઘરાણી કરતા હતા. તેમજ રણછોડભાઈ પટેલ પણ તેમની પાસે કબુલેલા રૂ.3 લાખની ઉઘરાણી કરતા હતા રસિકજી ઠાકોરે કબૂલેલા નાણાં શૈલેષ પટેલને પૈસા પાછા આપવા ન પડે તે માટે તેના મિત્ર સોમાજી રમણજી ઠાકોરની મદદ લઇ વિષ્ણુજી હત્યા કરી હતી.
વિધીના બહાને બોલાવી હત્યા કરી હતી
વિષ્ણુજીને મહેસાણા બોલાવી ત્યાંથી વિધિ કરવાના બહાને બાલીસણા બાવળોની ઝાડીમાં લઈ ગયા હતા અને ગળાના ભાગે છરી મારી, માથાના ભાગે છરીના હાથા ના ઘા માર્યા હતા. તેમજ સોમાજી ઠાકોરે પણ માથામાં પથ્થર મારી નાક દબાવી વિષ્ણુજીનું મોત નિપજાવ્યું હતું અને લાશને ઝાડીમાં ફેકી દીધી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.