તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળતા:ધારપુર સિવિલમાં ઓપરેશન કરાતાં બે બાળકો સાંભળતા થયા

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ અમરેલી અને લુણાવાડાના બે બાળકોનાં ઓપરેશન કરાયાં

પાટણ સહિત ઉત્તર ગુજરાતના જન્મજાત મૂક બધિરતા ધરાવતા બાળકોનું કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન હવે ધારપુરની સિવિલમાં થઈ શકશે. શુક્રવારે રાજ્યના એક માત્ર કોકલીયર ઈમ્પ્લાન્ટ મહિલા કાન સર્જન ર્ડા. નીરજ સુરીની દેખરેખ હેઠળ બે બાળકોના સફળ ઓપરેશન કરાયા હતા. આ બંને બાળકોને બહારના મશીન 15 દિવસ પછી પહેરાવાશે પરંતુ આંતરિક શ્રવણ ક્ષમતાની ચકાસણી પણ સફળ રીતે કરાઈ છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ગૌરવ લઈ શકાય તેવી ઘટનામાં જી.એમ.ઇ.આર.એસ ધારપુર પાટણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કાન, નાક અને ગળાના વિભાગના હેડ ર્ડા. હાર્દિક શાહ અને ટીમ દ્વારા ગાંધીનગરથી આવેલ ર્ડા. નીરજ સુરીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ એનેસ્થેસિયા ર્ડા. પ્રણત મજમુદાર ર્ડા. દીક્ષિત મોઢના સહયોગથી બે બાળકો ભાર્ગવ જયંતીભાઈ બગડા ઉંમર વર્ષ 5 (રહે સેલાણા, સાવરકુંડલા, અમરેલી) અને અર્ચીનબેન નિલેષભાઈ પટેલ ઉંમર વર્ષ 6 (રહે. સાકલીયા, લુણાવાડા)ની ટેકનિક દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી.

જેથી બંને બાળકો સાભળતા બોલતા થઈ શકશે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બે બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે કાર્યક્રમ ધારપુર સિવિલ હોસ્પિટલના ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી અને ઇએનટી સર્જન ડો. હાર્દિક શાહ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક બાળકનું ઓપરેશન દોઢ કલાક ચાલ્યું હતું. અને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સિવિલના ડિપાર્ટમેન્ટ ઓફ હેડ ડો. નીરજ સુરીએ જણાવ્યું કે આ ઓપરેશન પાટણ ધારપુર જેવા નાના સેન્ટરમાં ઓપરેશન કરી શકાયા છે તે ઘણી જ ખુશીની બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો