કરૂણાંતિકા:શંખેશ્વરના ખારસોલ તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાના કારણે મોત, પરિવારજનોમાં આક્રંદ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વરના ખારસોલ ગામના તળાવમાં ઉનાળાની ગરમીને લઈ ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા. બાળકોના મોતના પગલે પરિવારજનોએ આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું.

પાટણ જિલ્લાના શંખેશ્વરમાં આવેલ ખારસોલ ગામના તળાવમાંબે બાળકો નાહવા ગયા હતા. જે પરત ના આવતા પરિવારજનોએ આજુબાજુ સહિત વિસ્તારમાં તપાસ કરતા કયાંય મળ્યા ન હતા. ત્યારે તળાવ માં ડૂબ્યા હોવાના સમાચાર મળતા પરિવાર ત્યાં પહોંચ્યો હતા. તળાવમાં ડૂબી ગયેલા આનંદ સુરેશ દેવીપૂજક અને શ્રીરાજ ધીરુભાઈ દેવીપૂજકના મૃતદેહ મળી આવ્યા હતા.

મોતના સમાચારથી બન્ને બાળકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો બંનેની લાશને પી એમ માટે શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે લાવવામાં આવ્યા હતા.