તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:રાધનપુર કોર્ટના પૂર્વ નાઝર સામે રૂ.803775ની ઉચાપતના બે કેસ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારાહી,સાતલપુર પોલીસ દ્વારા પરત કરેલ મુદામાલ ની રોકડ રકમ રેકર્ડ પર ન લઈને ગપચાવી જતાં ફરિયાદ

રાધનપુર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા પૂર્વ નજર કમ રજીસ્ટાર આર જી સોલંકી સામે નાણાકીય ઉચાપત કરતા તે અંગે ખાતાકીય તપાસ અને ફોજદારી કેસ ચાલુ છે ત્યારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં રૂ. 803775 ના મુદ્દામાલની ઉચાપતના વધુ બે ગુના નોંધાયા છે.

રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હિતેશભાઈ શુક્લા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ મુજબ રાધનપુર કોર્ટમાં વર્ષ 2010થી 2014 ના સમયગાળા દરમિયાન રજીસ્ટાર કમ નાજર આર જી સોલંકી ફરજ બજાવતા હતા જેમાં વારાહી પોલીસ સ્ટેશન દ્વારા જમા કરાવેલ મુદ્દામાલ રૂ.291331,સાતલપુર પોલીસ સ્ટેશન દ્વારા જમા કરાવેલ મુદ્દામાલ રૂ.190290 મળી રૂ.481621 સ્વીકાર્યો હતો.

પરંતુ કોર્ટના રજીસ્ટરમાં તેને જમા લીધો ન હતો આ મુદ્દામાલ પૈકી ચલણી નાણા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી ઉચાપત કરી હોવાનું જણાયું છે. જયારે બીજા કિસ્સામાં સાતલપૂર પોલીસ સ્ટેશન દ્વારા જમા કરાવેલ રૂ.322154/50 નો મુદામાલ રોકડની ઉચાપત કર્યાનુ જણાઈ આવ્યું છે. આ બંને મામલે રૂ.803775 ની ઉચાપત અંગે અલગ અલગ ફરીયાદ રાધનપુર પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...