આખલાઓનો આતંક:રાધનપુર પોલીસ સ્ટેશન સામે જાહેરમાં બે આખલાઓ યુદ્ધે ચડ્યા, રસ્તા પર પાર્ક કરેલા 5 વાહનોને નુકસાન પહોંચાડ્યું

પાટણ2 મહિનો પહેલા
  • આખલા યુદ્ધના કારણે થોડીવાર માટે વાહનો થંભી ગયા

રાધનપુરમાં પોલીસ સ્ટેશન સામે જાહેરમાં બે આખલાઓ યુદ્ધે ચડતાં દોડધામ મચી ગઇ હતી. લાંબા સમય સુધી આખલા યુદ્ધને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટયા હતા અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.તો આખલા એ 5 જેટલા વાહનો નુકસાન કર્યું હતું

બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શહેરી વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર રખડતાં પશુઓનો આતંક વધી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી જાહેર રસ્તા પર રખડતા પશુઓનો આતંક વધતો જઈ રહ્યો છે.ત્યારે છેલ્લા બે મહિનામાં પાટણ શહેરમાં આખલાના આતંકથી 6 લોકો ઘાયલ તેમજ એક વૃદ્ધને જીવ ગુમાવવાનો આવ્યો છે.

આખલાઓએ પાંચ વાહનોને નુકસાન પહોંચાડ્યું
ત્યારે આજે રાધનપુર પોલીસ સ્ટેશન સામે સામે બે આખલાઓ તોફાને ચડ્યા હતા.આખલા એ 5 જેટલા વાહનોને નુકસાન કર્યું હતું આમ રાધનપુર નગર પાલિકા ની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. નુકસાન થયેલ બાઈક સવારે જણાવ્યું હતું કે આવા રાખતા આખલા પકડી પાંજરે પુરવા જોઈએ આતો બાઈક ને નુકશાન થયું છે જો કોઈ નો જીવ જાય તો જવાબદારી કોની એમ કહી પાલિકા પર ગુસ્સે ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...