તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ગુલવાસણા મારામારી કેસમાં 2 ભાઈઓને ત્રણ વર્ષની સાદી કેદ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેતર વેચાણ આપવા બાબતે હુમલો થયો હતો
 • સરસ્વતી તાલુકા સિવિલ કોર્ટનો ચુકાદો

સરસ્વતી તાલુકાના ગુલવાસણા ગામે ચાર વર્ષ અગાઉ ખેતર વેચાણ આપવાની ના પાડતાં એક વ્યક્તિ ઉપર બે પડોશીઓ દ્વારા લાકડી વડે હુમલો કરાયો હતો જેમાં ફેક્ચરની ઈજાઓ થઈ હતી. આ ઘટનાનો કેસ સરસ્વતી તાલુકા કોર્ટમાં ચાલી જતા બંને આરોપીને ત્રણ વર્ષની સાદી કેદ ફરમાવી હતી.

અને કેદ સાથે રૂ. 1000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 30 દિવસ સાદી કેદનો હુકમ કર્યો છે.સરસ્વતી તાલુકાના ગુલવાસણા ગામના ઠાકોર સારજીજી રાધુજી 6 ડિસેમ્બર 2016ના રોજ સવારે નવ કલાકના સુમારે તેમના ઘર પાસે આવેલા વાડામાં બેઠેલા હતા ત્યારે તેમના પડોશી ઠાકોર દિનેશજી સોવનજી તેમની પાસે ગયા હતા અને તારું ખેતર મને આપી દે તારે આગળ પાછળ કોઈ છે નહીં તેમ કહેતા સારજીજીએ મારે ખેતર આપવાનું નથી અને તું મારા ખેતરના શેઢા ભાગી નાખે છે, એટલે તને તો આપવાનું નથી તેમ કહેતા દિનેશે લાકડી ના ઘા માર્યા હતા, જ્યારે તેનું ઉપરાણું લઇ દોડી આવેલા તેમના ભાઈ પ્રહલાદજી સોવનજી ઠાકોરે ગડદા પાટુનો માર મારી ઇજાઓ કરી હતી. જે અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

જે અંગેનો કેસ બુધવારે સરસ્વતી તાલુકા સિવિલ કોર્ટમાં ચાલી જતા જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કુ. ચેતનાબેન કાપડિયાએ મદદનીશ સરકારી વકીલ ડી.એમ. ઠક્કરની દલીલો બાદ બંને આરોપીને ઇ.પી.કો કલમ 325માં ગુનેગાર ઠરાવી બંનેને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 1000નો દંડ ન ભરે તો વધુ 30 દિવસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. કોર્ટે પ્રોબેશનનો લાભ આપવાની બચાવ પક્ષની રજૂઆતને માન્ય રાખી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો