ગમખ્વાર અકસ્માત:રાધનપુરના સરદારપુર-સિનાડ રોડ પર કારચાલકે અડફેટે લેતા બે બાઈકસવાર યુવકોના મોત

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌશાળામાં સેવા આપતા યુવાનોના મોત થતા શોકનો માહોલ છવાયો

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સારદારપુર-સિનાર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવકોના મોત નિપજ્યા છે. ગૌશાળામાં સેવા આપતા બંને યુવકોના મોતના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારના રોજ વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌ શાળામાં સેવા આપતા પંચાલ બાબુભાઈ રામજીભાઈ અને સાધુ રાધેશ્યામ જમનાદાસ કોઈ કામ માટે બાઈક નં જીજે 24-એએલ 8790 પર રાધનપુરના સરદારપુરા સિનાડ માગૅ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલાં ગાડી નં.જીજે.12.ડીએ.5283ના ચાલકે ધડાકાભેર બાઈક સાથે પોતાની કાર અથડાવતાં બાઈક સવાર બન્ને સેવાભાવી વ્યક્તિ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને નાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌ શાળાના ગૌ સેવકોને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત બન્ને વાહનો રોડ પરથી દૂર કરી મૃતકોની લાશનું પંચનામુ કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...