સાતલપૂર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પરમાર અને તેમના સ્ટાફ દ્વારા બાતમીના આધારે પીપરાળા ચેકપોસ્ટ ઉપરથી ઇંગ્લિશ દારૂ થી છલોછલ ભરેલી ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા સાપડી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સુચના આપવામાં આવી છે જેનાં પગલે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ પરમાર સહિત નો સ્ટાફ હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો.ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પીએસઆઇ પરમાર અને સ્ટાફ દ્વારા પીપરાળા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી બાતમી વાળી કચ્છ તરફ થી આવી રહેલ ટ્રક પસાર થતા તેને ઉભી રખાવી તપાસ કરતાં ટ્રકમાં છલોછલ ભરેલ ઇંગ્લિશ દારૂ નો જથ્થો પેટી નંગ 1100 સાથે બે આરોપીની ઝડપી લઇ ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ટ્રક મળી અંદાજિત રૂ. 65 લાખ 58 હજાર 440નો મુદ્દામાલ પોલીસ મથકે લાવી આગળ ની કાયૅવાહી સાંતલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.