અકસ્માત:પાટણ જિલ્લામાં એક સાથે બે અકસ્માતની ઘટના, ચાર લોકો ઇજાગ્રસ્ત

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્માનાં ધાણોધરડા પાસે કાર અને રિક્ષા, હારીજનાં સરવાલ પાસે બાઇક સાથે છકડો વચ્ચે અકસ્માત

રાજ્યમાં જેમ જેમ વાહનો વધતા જાય છે તેમ તેમ અકસ્માતોના બનાવો પણ વધતા જાય છે. આજે પાટણ જિલ્લામાં એક સાથે બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ચાણસ્માનાં ધાણોધરડા પાસે કાર અને રિક્ષા અને હારીજનાં સરવાલ પાસે બાઇક સાથે છકડો વચ્ચે અકસ્માત થયો હતો. બંને અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ પહોંચી છે.

હારીજ સમી રોડ ઉપર ગોપાલ હોટલ નજીક સરવાલ ગામ પાસે મંગળવારે છકડા સાથે એક બાઇક સવાર અથડાતાં તેને ઇજાઓ પહોંચી હતી. હારીજમાં પઠાણવાસમાં રહેતા લુકમાન યુનુસભાઇ શેખ અને તેનો ભાઇ સુલતાન બંને જણા એકલવા ગામેથી હારીજ નમાજ પઢવા માટે બાઇક પર જતા હતા. ત્યારે ઉપરોક્ત સ્થળે ઉભેલા એક છકડાનાં ચાલકે એકાએક છકડો ચાલુ કરીને અચાનક વળતા બાઇક સાથે અથડાતાં લુકમાન ભાઇને મોઢે તથા જમણા ગાલે ઇજા થઇ હતી તેમને 108માં હારીજ દવાખાને ખસેડાયો હતો.

ચાણસ્મા-મહેસાણા રોડ ઉપર ધાણોધરડા ગામ નજીક ગઇકાલે અલ્ટો કારને એક રીક્ષા અથડાતાં કારનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દેતાં કાર રોડ નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાતા કારમાં સવાર કેટલાકને ઇજા પહોંચી હતી. મૂળ પાટણના અને હાલ રૂડેશ્વર, જી. નર્મદામાં રહેતા જીગર અશ્વિનભાઇ રાવ ગઇકાલે સવારે તેઓ, તેમનાં સસરા અને પત્ની સાથે અલ્ટોમાં પાટણમાં દવાખાને આવ્યા હતા. ને દવા લઇને પરત જતા હતા ત્યારે બપોરે ચાણસ્માંનાં ધાણોધરડા ગામ પાસે એક રિક્ષાએ તેમની કારને ટક્કર મારતાં કાર ઝાડ સાથે અથડાતાં કારમાં બેઠેલા સસરાને કાચ વાગ્યા હતા તથા પત્નીને ઇજાઓ થઇ હતી. લોકો મોટી સંખ્યમાં એકઠા થઇ જતાં ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

અને ત્રણેય જણા તથા રીક્ષામાં સવાર વ્યક્તિઓને 108માં ચાણસ્મા દવાખાને પ્રાથમિક સારવાર આપીને મહેસાણા રિફર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...