તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ તેમજ હારીજમાં જુગાર રમતા 12 શકુનીઅો રોકડ રકમ રૂ. 45000 સાથે ઝડપયા હતા. રોકડ, મોબાઇલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 12 શકુનીઅો સામે હારીજ અને પાટણ પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. પાટણ શહેરમાં કનાસાના પાડાની બાજુમાં રહેતા તખસીહ ગુલાબસીંહ રાજપુત તેમના રહેણાંક મકાનમાં બીજા માળે જુગાર રમાડતા હોવાની બાતમી આધારે પાટણ અે ડીવીઝન પોલીસે રેડ કરતા જુગાર રમતા સાત શકુનીઅો રોકડ રકમ રૂ. 15470 તેમજ 5 મોબાઇલ (કિ.રૂ.3000) મળી કુલ રૂ. 18470ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
જયારે હારીજ ઝાપટપુરામાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે હારીજ પોલીસે રેડ કરતા જુગાર રમતા પાંચ શકુનીઅો રોકડ રૂ. 30120 તેમજ મોબાઇલ બે (કિ.રૂ. 3500), એક વાહન (કિ.રૂ.40000) મળી કુલ રૂ. 73620 સાથે ઝડપાયા હતા. પાટણ અને હારિજ પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધ્યો છે.
પાટણ અને હારિજના 12 શકુનીઅો
પાટણ : તખતસીંહ ગુલાબસીહ રાજપુત, પ્રવિણભાઇ પરષોતમભાઇ પ્રજાપતિ, ખોડાભાઇ શીવાભાઇ પ્રજાપતિ, રફિકભાઇ અલીભાઇ પ્રજાપતિ, ગુલામહુસેન અહેમદભાઇ શેખ, રામાભાઇ મગનભાઇ સોલંકી અને જયંતીભાઇ હરીભાઇ પ્રજાપતિ
હારીજ : ઇબ્રાહીમભાઇ ઉસ્માનભાઇ શેખ, વિનુભાઇ અમરતભાઇ રાવળ, ચિરાગકુમાર રામજીભાઇ પ્રજાપતિ, ધરતીજી કાંતીજી ઠાકોર અને જાવેદભાઇ કાલુભાઇ પઠાણ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.