વિશ્વ પર્યાવરણ:પાટણ શહેરમાં વન વિભાગ અને વિવિધ સંસ્થા દ્વારા તુલસીના રોપા વિતરણ કરી વૃક્ષા રોપણ કરાયું

પાટણ21 દિવસ પહેલા
  • આનંદ સરોવર પાસે 2000 તુલસીના છોડ અને 200 પાણીના કુંડાનું વિતરણ કરાયું

દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસને ઉજવવા પાછળનો હેતુ છે કે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 5 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. 1972માં પહેલીવાર પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો. ત્યારે આજે પાટણ શહેરમાં વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો વૃક્ષા રોપણ કર્યું હતું અને અને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરના આનંદ સરોવર ગેટ ખાતે વન વિભાગ અને એનજીઓ સંસ્થા દ્વારા 2000 જેટલા તુલસીના છોડ અને પક્ષીઓ માટે પાણીના કુંડ વિતરણ સવારે 8થી 12 વાગયા સુધી શહેરીજનોને કરવામાં આવ્યા હતા.

પાટણ શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરની વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષા રોપણ કર્યું હતું. જેમ પાટણ કલેક્ટર કચેરી ખાતે ઇવીએમ વેર હાઉસ ખાતે ચૂંટણી અધિકારી અને વન વિભાગના અધિકારી ના હસ્તે દીપ પ્રગટ્ય કરી મતદાનના શપથ લેવડાવ્યા હતા.

ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી સ્ટાફ તેમજ એનજીઓ હસ્તે 35 જેટલા અલગ અલગ વૃક્ષા રોપણ કરવા આવ્યું હતું. તો જજ કોલનીમાં પણ વૃક્ષા રોપણ કરાયું હતું.

વન વિભાગના અધિકારી બિંદુ બેન પટેલ જણાવ્યું હતું કે, આનંદ સરોવર પાસે 2 હજાર જેટલા તુલસીના છોડ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું છે. દરેક લોકોએ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...