તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સાચા ગાંધીવાદી રાજકારણમાં જતા નથી: ઘનજીભાઈ વિશ્વબંધુ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધી મૂલ્ય પ્રચારકના વિશ્વશાંતિના પ્રવચનમાં માત્ર છ છોત્રા હાજર રહ્યા, હોલ ખાલીખમ

પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંચાલિત ગાંધી સ્મૃતિ હોલ ખાતે 86 વર્ષીય ગાંધી મૂલ્ય પ્રચારક ધનજીભાઈ વિશ્વબંધુના વિશ્વશાંતિ અંગેના વ્યાખ્યાનમાં 250 બેઠકોની ક્ષમતા સામે માત્ર 6 શ્રોતાઓ સાંભળવા હાજર હતા. ડાયસ અને શ્રોતા માટેની બેઠકો ખાલી હતી. છતાં તેમણે અમેરિકા, ફ્રાંસ, રશિયા, બ્રિટન, ચાઇના, ઇઝરાયલ સહિત વિદેશોમાં માનવાધિકાર, પરમાણુ શસ્ત્રો પ્રતિ હરિફાઈ અંગેની વેદના વ્યક્ત કરી હતી. દેશમાં કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા આંદોલન અને ખેડૂતોની વેદના સામે સરકારની હઠાગ્રહની રાજનીતિ પર પ્રહાર કર્યા હતા. ખેડૂતને તમારા કાયદા પસંદ નથી તમે તેમના પર થોપી ન શકો. ખેડૂતોને પસંદ ના હોય છતાં ફાયદાકારક છે તેમ કહીને બળજબરી ન કરી શકો. ખેડૂતોને એ ફંડામેન્ટલ રાઈટ એટલે કે બંધારણીય અધિકાર છે.

તેમણે કહ્યું કે નેતાઓ એક તરફ ગાંધીવાદ દર્શાવે છે અને બીજો પગ રાજકારણમાં રાખે છે. સાચા ગાંધીવાદીઓ રાજકારણમાં જતા નથી. અને તેવા ગાધી વિચારકો તરફ કોઈની નજર જતી નથી. તેમણે મહાત્મા ગાંધી તેમજ અન્ય મહામાનવો અને ધાર્મિક અમર પાત્રોના ભારતમાં રાજા-મહારાજાઓએ રજવાડાનો ત્યાગ કર્યો હતો. જ્યારે હાલના રાજકારણમાં નવ ઇંચ જમીન માટે કોર્ટમાં કેસ લડાય છે. જેવા મર્મસ્પર્શી વિચારો વ્યક્ત કર્યા હતા.

મેં સારા વિચારો સાભળ્યા, અનુપસ્થિતો રહી ગયા
ગાંધી સ્મૃતિ હોલમાં 250 બેઠકોની ક્ષમતા સામે માત્ર 6 શ્રોતાઓ સાંભળવા હાજર હતા. ઉપસ્થિત રહેલા છ પૈકી એક શ્રોતા સત્યમ પ્રજાપતિ જણાવ્યું કે વ્યાખ્યાન સારું હતું. પરંતુ કોરોના સંક્રમણ વગેરેને લઈને કોઈ આવ્યું નહીં પરંતુ જે નથી આવ્યા તેમણે એક સારું ચિંતન સાંભળવાથી ગુમાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો