તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને મુશ્કેલી:પાટણ તાલુકા પંચાયતમાં 8 કર્મીઓની ખાલી જગ્યા નહીં ભરાતા લોકોને મુશ્કેલી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂર થયેલા મહેકમ પૈકીની ખાલી જગ્યાઓ ભરવા પંચાયત મંત્રીને રજૂઆત

પાટણ તાલુકા પંચાયતમાં મંજુર થયેલા કર્મચારીઓ ના મહેકમ ની આઠ જગ્યાઓ ખાલી હોવાથી અરજદારોને મુશ્કેલી પડી રહી છે. કર્મચારીઓના અભાવે લોકોના કામો અટવાય છે. ત્યારે તાલુકા પંચાયતના કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે પંચાયત મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પાટણ તાલુકામાં 69 જેટલા ગામોનો સમાવેશ થાય છે જેના કારણે પાટણ તાલુકા પંચાયતમાં લોકોનો વિવિધ સરકારી કામ માટે ઘસારો વધારે રહે છે.

પરંતુ તાલુકા પંચાયતમાં એક નાયબ તાલુકા વિકાસ અધિકારી એક નાયબ હિસાબનીશ એક સિનિયર ક્લાર્ક ચાર જુનિયર ક્લાર્ક વહીવટ, એક જુનિયર ક્લાર્ક હિસાબ એમ મંજુર થયેલ મહેકમ પૈકીની 8 જગ્યાઓ ખાલી છે. જેના કારણે લોકોના કામો અટવાય છે ત્યારે તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર એ ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત મંત્રી આર.સી ફળદુ ને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...