તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સરસ્વતી પંથકના ગામોમાં પાણીનું ભૂગર્ભ સ્તર ઉંડું જતાં પરેશાની

ખારેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ જરૂરિયાતનું 20 થી 40 ટકા પાણી જ કેનાલો દ્વારા મળે છે
  • 15 વર્ષ પહેલાંના 400 ફૂડ ઉંડા બોર ફેલ ગયા, 700 ફૂટ ઉંડા બોર બનાવવા પડ્યા

સરસ્વતી તાલુકાના ગામોમાં પાણીના તળ ઉંડા જતાં ખેડૂતો નવા બોર બનાવવા માટે સાતસોથી આઠસો ફુટ ઉંડે પહોંચી ગયા છે. આજથી ત્રીસ વર્ષ પહેલા સો ફુટે તળીયે પાણી હતા. પાછલા પંદર વર્ષથી ચારસો ફુટના જે બોર ચાલુ હતા તે મોટા ભાગે બંધ થઈ જતા હવે સીધા સાતસોથી આઠસો ફુટના બોર બનાવવા પડે છે. હાલમાં કુલ જરૂરિયાતનું માત્ર 20 થી 40 ટકા પાણી જ કેનાલો દ્વારા મળી શકે છે. બાકીના પાણી માટે બોર પર નિર્ભર રહેવું પડે છે.

ખારેડાના ખેડૂત મફાજી હજુરજી ઠાકોરે જણાવ્યુ કે પંદર વર્ષ પહેલા 460 ફુટનો બોર બનાવ્યો હતો. તળ ઉડાં જતા બોર બંધ પડતા નવો બોર બનાવવા સાડા સાતસો ફુટ ઉડા ઉતરવુ પડશે. અન્ય ખેડુતોના મતે વાગડોદથી ભાટસણ સુધીના તમામ ગામડાઓમાં સુજલામ સુફલામ યોજનાની નહેર મારફતે તળાવો અને વહોળા પાણીથી ભરવામા આવે તો પાણીના તળ ઉંચા આવે તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...