કોણ કોને ટક્કર આપશે?:પાટણ જિલ્લાની 4 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, 2017 ગુમાવેલી ત્રણ બેઠકો કબ્જે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવશે

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાની 4 બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.

ચારમાંથી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનું રાજ
2017ની વિધાનસભામાં જિલ્લાની પાટણ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને હરાવી કોંગ્રેસના કિરીટ પટેલ, સિદ્ધપુરમાં ભાજપના મોટા નેતા જયનારાયણ વ્યાસને કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી લડતા ભાજપના લવિંગજીને હરાવ્યા હતા. ફક્ત ચાણસ્મામાં દિલીપ ઠાકોર એકમાત્ર ભાજપના ઉમેદવાર કોંગ્રેસ સામે જીત્યા હતા. ત્યારે બે વર્ષ બાદ કોંગ્રેસમાંથી જીતેલા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી ફરી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી લડતા કોંગ્રેસના ધારાસભ્ય રઘુ રબારી સામે હાર થઇ હતી. આ બેઠક ઉપર કોંગ્રેસનો જ વિજય થયો હતો અને જિલ્લામાં ચારમાંથી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનું રાજ રહ્યું હતું. ત્યારે આ વખતે ગુમાવેલી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસેથી કબ્જે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી પાટણ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...