તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Trees Were Planted In Patan City On The Occasion Of World Environment Day By Various Organizations, Endangered Trees Were Planted

પ્રકૃતિ:પાટણ શહેરમાં વિવિધ સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષા રોપણ કરાયું, લુપ્ત થતા વૃક્ષોને વાવવામાં આવ્યા

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિલ્લુ, રાયણ, આબલી, બોર, ગુદા અને સેતુર જેવા વૃક્ષોનુ વાવેતર કરાયું

પાટણ શહેર માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષા રોપણ કર્યું હતુ. મિશન ગ્રીન પાટણ ટીમ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં વાગડોદ મુકામે લુપ્ત થતા પ્રજાતિનાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં લુપ્ત થતી જતી પ્રજાતિનાં વૃક્ષ જેવા કે, પિલ્લુ, રાયણ, આબલી, બોર, ગુદા અને સેતુર જેવા વૃક્ષોનુ વાવેતર કરીવિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ત્રીજા ગેટ 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ત્રીજા ગેટ પાસે ઓક્સિજન પ્લાન્ટ નજીક 50 જેટલા વૃક્ષો કુલપતિ અને રજીસ્ટટાર અને સેન્ટ સભ્યો સહિત કર્મચારીઓ વૃક્ષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. તો ચાણસ્મા ખાતે ઇમરજન્સી 108ની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં પાયલોટ તેમજ ઇ.એમ.ટી દ્વારા 108 ઓફીસના કેમ્પસમાં તુલસી તેમજ અન્ય પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા

ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉજવણી
જ્યારે ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર દ્વારા આનંદ સરોવરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિત્તે 100 જેટલા પીપળા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની જાળવણી કરશે. જેમાં ભાજપના કાર્યકરોએ વૃક્ષા રોપણ કર્યું હતું. તો પાલિકા ના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાના જન્મ દિવસ નિમિત્તે પણ તેમને વૃક્ષા રોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી. ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્કાર ગાર્ડન ખાતે ઔષધીય વૃક્ષોવાવી વૃક્ષા રોપણની ઉજવણી કરી હતી. જ્યારે શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ વૃક્ષા રોપણ કરાયું હતું

05 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો
દર વર્ષે 05 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસ (World Environment Day)ને ઉજવવા પાછળનો હેતુ છે કે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. 05 જૂન, 1974ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો. વર્લ્ડ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થઈ હતી. 1972માં પહેલીવાર પર્યાવરણ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો. ત્યારે આજે પાટણ શહેર માં વિવિધ સંસ્થાઓ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો વૃક્ષા રોપણ કર્યું હતી

અન્ય સમાચારો પણ છે...