વૃક્ષો મુરઝાયા:પાટણ-હારીજ ફોર લેન માર્ગ પરના ડિવાઈડરમાં વાવેતર કરેલા વૃક્ષો જતનના અભાવે મુરઝાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર એન્ડ બી વિભાગ દ્વારા વૃક્ષોના જતન માટે સમયસર પાણી આપે તેવી માંગ

પાટણ શહેરના હાઈવે માર્ગનાં નવીનીકરણ કરણ બાદ માર્ગની વચ્ચે બનાવવા આવેલા ડિવાઈડરોમાં પયૉવરણ હરિયાળું બનાવવા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવતું હોય છે, પરંતુ વૃક્ષોને સમયસર પુરતાં પ્રમાણમાં પાણી નહી મળતા આવા વૃક્ષોનું બાળ મરણ થતુ હોય છે. ત્યારે આવા જ કેટલાક વૃક્ષો બાળ મરણ અવસ્થામાં શહેરના પાટણ હારીજ હાઇવેને ફોરલેન બનાયા બાદ વચ્ચેના ડીવાઈડરમાં વાવવામાં આવેલા વૃક્ષોમાં જોવા મળી રહ્યા છે.

ડિવાઈડર વચ્ચે કરાયેલા વૃક્ષોના વાવેતર બાદ તેનું આર એન્ડ બી વિભાગ દ્વારા પુરતી દેખ રેખ ન રાખવાના કારણે આ ડિવાઈડરમાં રોપવામાં આવેલા કરણના ફૂલના નાના છોડવાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુકાઈને બાળ મરણ પામ્યા હોય તેવું લાગી રહ્યું છે.

માનવની જેમ વૃક્ષો પણ સજીવ છે તેના જતન માટેની આર એન્ડ બી વિભાગ દ્વારા ચિંતા સેવી પાટણ હારીજ ફોર લેન રોડના ડિવાઈડરમા કરાયેલા વૃક્ષોનાં વાવેતરને જીવંત રાખવા સમયાંતરે પાણી આપવામાં આવે તેવું માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...