તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરાહના:સામાન્ય બીમારી માટે 10 રૂપિયામાં સારવાર અને 5 રૂપિયાની દવા

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જલારામ ટ્રસ્ટ દ્વારા પાટણ શહેરમાં જલિયાણ આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ

પાટણ શહેરમાં ગરીબ લોકોને સસ્તામાં સારવાર મળે તેવા આશ્રયથી જલારામ ટ્રસ્ટ દ્વારા જનરલ રોગોની ફક્ત 10 રૂપિયામાં સારવાર મળે માટે જલિયાણ આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રમાં લોકોને તાવ શરદી જેવા રોગોની ફક્ત ટોકન ફી સાથે એમબીબીએસ ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે.

શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય સારવાર માટે મોટી રકમ ખર્ચ કરવી પડી રહી છે. ત્યારે આવા કપરા સમયમાં ગરીબ લોકોને સસ્તા દરે સારી સારવાર મળે માટે સેવાના આશ્રયથી જલારામ મંદિરના ટ્રસ્ટ દ્વારા લોકડાઉન પૂર્વ ક્લિનિક શરૂ કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ કોરોનાને લઇ મુલતવી રખાયું હતું. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા સોમવારે ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શહેરના જલારામ મંદિર પાછળ લોકો માટે ટોકન કેસ ફી 10 રૂપિયામાં સારવાર કરવાની શરૂઆત કરવા માટે આરોગ્ય કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્રમાં સવારે 10 થી 1 અને સાંજે 5 થી 7 કેન્દ્રમાં એમબીબીએસ ડૉકટર મુકેશભાઈ દ્વારા લોકોનું રોગ નિદાન કરી એક દિવસની દવા ફક્ત 5 રૂપિયામાં આપશે. શુભારંભ પ્રસંગે ટ્ર્સ્ટીઓ અને ભક્તો હાજર રહ્યા હતા.

રિપોર્ટના ખર્ચમાં રાહત મળી રહેશે
ખાનગી લેબોરેટરીઓમાં વિવિધ પ્રકારના રિપોર્ટના 500 થી 5000 રૂપિયા લેવામાં આવે છે. કેન્દ્રમાં ઈ.સી.જી રિપોર્ટ ફક્ત 50 રૂ., ડાયાબિટીસ તપાસના ફક્ત 20 રૂ.માં થશે. એક્ષરે અને સોનોગ્રાફીમાં તેવા રિપોર્ટમાં બજાર કિંમતમાં 20 થી 25 % દર્દીને ખર્ચમાં રાહત અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો