તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણ જિલ્લાની ચાર રેન્જમાં જંગલી પ્રાણીઓની સુરક્ષા અને ગણતરી માટે ટ્રેપ કેમેરા ગોઠવાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્કલ ઓફિસ કચ્છ પાસે ગ્રાન્ટની માંગણી કરાઇ
  • 4 રેન્જમાં 500થી વધુ ઘુડખર વસવાટ કરે છે

પાટણ જિલ્લાના સમી રાધનપુર વારાહી અને સંતલપુરનો જંગલ અને રણ વિસ્તાર અભ્યારણ જાહેર કરેલો છે. આ ચાર રેન્જના વિસ્તારમાં 500થી વધુ ઘુડખર અને જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. જેની ગણતરી અને સુરક્ષા માટે ટ્રેપ કેમેરા લગાવવામાં આવશે.

પાણી પીવાની જગ્યા પાસે ટ્રેપ કેમેરા ગોઠવવાનું આયોજન કરાયુ
પાટણ જિલ્લાના રાધનપુર, વારાહી અને સાંતલપુર રેન્જ વિસ્તારમાં 6 હજાર હેક્ટર જંગલ વિસ્તાર અને રણ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ નાર, શિયાળ, વરુ, રણવીવાડી, લોકડી સહિત 500થી વધુ ઘુડખર સહિત અન્ય જંગલી પ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ પ્રાણીઓની સુરક્ષા અને તેમની ગણતરી થઇ શકે તેમજ તેમની હલન ચલન અંગેની માહીતી મળી શકે તે માટે વન વિભાગની ચાર રેન્જમાં જ્યાં જંગલી પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હોય છે. તેવા પાણી પીવાની જગ્યા પાસે 10 ટ્રેપ કેમેરા ગોઠવવાનું આયોજન કરાયુ છે. અને આ કેમેરા માટે વન વિભાગની સર્કલ ઓફિસ કચ્છ પાસે કેમેરા લગાવવા માટેની ગ્રાન્ટ માંગવામાં આવી છે.

10 જેટલા ટ્રેપ લગાવવામાં આવશે
નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની ચાર રેન્જમાં જંગલી પ્રાણીઓની ગણતરી અને સુરક્ષા માટે રેન્જ સાઇટ પર પાણી કુંડ પાસે 10 જેટલા ટ્રેપ લગાવવા માટે અમારી સર્કલ ઓફીસ કચ્છ પાસે ગ્રાન્ટ માંગી છે જે આવશે પછી ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...